‘બેક ટુ ધ સ્કૂલ’ અભિયાન:150 છાત્રોનું કોમેડિયન કાકાને પ્રોમિસ, અમે સ્કૂલે જઈશું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્મિત પંડ્યાએ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધ્યા
  • બહાર નહીં નીકળો તો ઘરે જ બેસવાનો વારો આવશે

કોરોનાના કેસો ઓછા થતાં શાળામાં ઓફલાઇન શિક્ષણ શરૂ થઇ ગયું છે ત્યારે વિદ્યાર્થીઓ કોરોનાના ડરે ઘરે બેસી ન રહેતા સ્કૂલમાં જાય તે માટે ‘બેક ટુ ધ સ્કૂલ’ અભિયાન શરૂ કરાયું છે. એનજીઓ ‘સ્પર્ધા ઇન્ક્રે’ દ્વારા આયોજિત આ આ અભિયાન અંતર્ગત યોજાયેલા વેબિનારમાં જાણીતા કોમેડિયન- રાઈટર, એક્ટર સ્મિત પંડ્યા (કિશોર કાકા)એ 150 વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પર સંબોધ્યા હતા. આ વિદ્યાર્થીઓએ તેમને શાળાએ જવાનું પ્રોમીસ આપ્યું હતું.

કિશોર કાકાએ જણાવ્યું કે, શાળામાં શિક્ષક અને પેરેન્ટસની સલાહ મુજબ સાવચેતી રાખવાની જરૂર છે. તેમણે વાલીઓને પણ શાળામાં સંતાનોને મોકલવાની અપીલ કરી હતી. કિશોર કાકાએ આગવી શૈલીમાં જણાવ્યું કે, ઘરેથી જ એડમિશન લીધું, ઘરમાં વાંચ્યું, ઘરમાં બેસીને પરીક્ષા આપી, પરિણામ-ડિગ્રી મેળવ્યાં હવે જો ઘરમાંથી નહીં નીકળો તો કાયમ માટે ઘરમાં જ બેસવાનો વારો આવશે. સંસ્થાના તરન્નુમ પઠાણે જણાવ્યું કે, ‘વિદ્યાર્થી 18 માસતી શાળામાં ગયા નથી ત્યારે તે સ્કૂલમાં જતા થાય તે માટે અભિયાન ચલાવી રહ્યાં છીએ.’

અન્ય સમાચારો પણ છે...