જાહેરનામું:4 કે તેથી વધુ વ્યક્તિના ભેગા થવા પર પ્રતિબંધ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું

કોવિડ મહામારી તેમજ આગામી દિવસોમાં આવનાર આ તહેવારોને પગલે શહેરમાં કોઈ ભાંગફોડ પ્રવૃત્તિ ન થાય તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા ચાર અથવા ચારથી વધુ વ્યક્તિઓ જાહેર સ્થળો પર ભેગા થઈ શકે નહીં તેવું જાહેરનામું બહાર પાડ્યું છે.

પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ જાહેર સ્થળો પર સભા ભરવી તેમજ સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જોકે આ જાહેરનામું સ્મશાન યાત્રા ને લાગુ પડશે નહીં. આ ઉપરાંત સરકારી અધિકારીઓ તેમજ અર્ધ સરકારી અધિકારીઓને આ જાહેરનામુ લાગુ પડશે નહીં.પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર આ જાહેરનામું 21 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી 2022 રાત ના 12 વાગ્યા સુધી અમલમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...