તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ધુળેટી:ચાર કરતાં વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ, જાહેર સ્થળો પર રંગોત્સવની ઉજવણી નહીં કરી શકાય

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાને પગલે ચાલુ વર્ષે સોમવારે ધુળેટીના તહેવારમાં શહેરીજનો જાહેરમાં એકબીજાને રંગો લગાવી મોજમસ્તી નહીં કરી શકે. તંત્ર દ્વારા જાહેર સ્થળો પર, સોસાયટી તેમજ ફ્લેટના કોમન પ્લોટ કે ગ્રાઉન્ડમાં 4 કે તેથી વધુ લોકોને ભેગા થવા પર પાબંધી લગાવી દીધી છે. બીજી તરફ હોળી-ધુળેટીની જાહેર રજાઓમાં કોરોના વધતા સંક્રમણને કારણે શહેરીજનો ઘરમાં જ પરિવાર સાથે તહેવારો ઉજવશે. 3 હજાર પોલીસકર્મી ધુળેટીએ જાહેર ચાર રસ્તા, સંવેદનશીલ વિસ્તારો અને ફાળવેલા પોઈન્ટ પર નજર રાખશે.

ધુળેટી એ રંગોનો ઉત્સવ છે. લોકો આ દિવસે એકબીજા પર ગુલાલ-અબીલ અને વિવિધ રંગો લગાવીને મોજ મનાવતા હોય છે. જેમાં પણ શહેરમાં 10થી વધુ રિસોર્ટમાં આયોજકો દ્વારા ખાસ ધુળેટી માટે આયોજન કરવામાં આવે છે. જોકે ચાલુ વર્ષે કોરોના સંક્રમણના કારણે પોલીસ પરમિશન ન મળતાં આયોજકોએ ધુળેટીના કોઈ કાર્યક્રમોનું આયોજન પણ નથી કર્યું. જે તે વિસ્તારની પોલીસ દ્વારા લોકોને ગાઈડ લાઈનનું પાલન કરીને ધુળેટી ઉત્સવ જાહેરમાં ન ઉજવવા જણાવ્યું છે. જોકે લોકો પોતાનાં ઘરોમાં પરિવાર સાથે ધુળેટીનો ઉત્સવ મનાવી લેવાના મૂડમાં છે. બીજી તરફ રંગ-પીચકારીનો વેપાર કરતા 5 હજારથી વધુ વેપારીઓનો માલ વેચાયા વિના પડી રહ્યો હતો.

જિલ્લામાં ધુળેટી ઊજવવાનાં આયોજન
વડોદરા શહેરમાં હોળી-ધુળેટીના તહેવાર ઊજવવામાં પાબંધી હોવાથી લોકો વડોદરા જિલ્લામાં તહેવારો ઉજવવાનો પ્લાન બનાવ્યો છે. કેટલાક શહેરીજનો જિલ્લા તેમજ જિલ્લા બહારના રિસોર્ટમાં બે દિવસની ગાળવાનો પણ નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો