તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળિયા ગામના ખેડૂત વનરાજસિંહ ખેતીમાં નિતનવા લીલા પરાક્રમો કરવા ટેવાયેલા છે. અન્ય ખેડૂતો જ્યારે ખેતીમાં ભરપૂર રાસાયણિક ખાતરો, જંતુનાશકોનો ઉપયોગ કરી ઉત્પાદન વધારવા ફાંફાં મારે છે, ત્યારે વનરાજસિંહ છેલ્લા ઘણા સમયથી ગાયનું છાણ અને મૂત્રમાંથી ખાતર, જીવામૃત બનાવીને તેના આધારે શુદ્ધ અને સાત્વિક ખેતી કરે છે અને તેમના આ સાત્વિક ખેત ઉત્પાદનોની આગવી બજાર માગ ઊભી કરી છે.
ખેડૂતે લાલ અને ગોળ મૂળાની ખેતી કરી
તેમણે વધુ એક લીલા પરાક્રમરૂપે આ વર્ષે શાકભાજીની ખેતીમાં દડા જેવા ગોળ, બીટના આકારના અને લાલ ચટાક મૂળા દેશી બિયારણનો ઉપયોગ કરીને ઉગાડ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મૂળા બહુધા લાંબા અને સફેદ જોવા મળે છે. હાથ જેટલી લંબાઈ અને ખુબ સારી જાડાઈ ધરાવતા મૂળા પણ ઘણા ખેડૂતો ઉગાડે છે. વનરાજસિંહ એમાં પણ રતાશ પડતા ગુલાબી રંગના મૂળા ઉગાડતા જ હતા. આ વર્ષે અનોખું બિયારણ જડતા એમણે લાલ અને ગોળ મૂળાની ખેતી કરી હતી.
રાજ્ય સરકારનું સન્માન મેળવનારા ખેડૂત દેશી ઓલાદની ગાયો ઉછેરે છે
એ જ પ્રમાણે તેમણે ચાર જાતની વિવિધ રંગી પાલક પણ ઉગાડી છે, તો દેશી ટામેટા, મરચાં, રીંગણ, ધાણા, પપૈયા, કેળા, કોબિજનો અને એક પ્રયોગ તરીકે મોંઘી વિદેશી કુળની બ્રોકોલીનો શાકભાજી પાક લીધો. તેમના આ દેશી બિયારણમાંથી ઉગાડેલા ગૌ-કૃષિના શાકભાજી પાકો વડોદરાના શહેરી ગ્રાહકો હોંશે હોંશે ખરીદે છે. લોકો પશુપાલન છોડી રહ્યા છે, ત્યારે ઓર્ગેનિક ખેતીના હિમાયતી અને તેના માટે રાજ્ય સરકારનું સન્માન મેળવનારા આ ખેડૂત દેશી ઓલાદની ગાયો ઉછેરે છે. તેમણે ગૌપાલન અને સેન્દ્રીય ખેતીને એકબીજાના પૂરક બનાવીને બંને પોષણક્ષમ અને વળતર યુક્ત હોવાનું પૂરવાર કર્યું છે.
સહજ નામની સંસ્થાએ દેશી બીજને સાચવવા બીજ બેંક બનાવી
તેમણે જણાવ્યું કે, સહજ નામની સંસ્થાએ દેશી બીજને સાચવવા બીજ બેંક બનાવી છે. આ સંસ્થા પાસેથી તેઓ શાકભાજીના દેશી બીજ મેળવે છે. આવી સંસ્થાઓના સંપર્કો તેમને ખેતી સુધારવા અને સાત્વિક બનાવવામાં મદદરૂપ બને છે. ગોળ અને લાલ મૂળાના દેશી બીજ એમને આ સંસ્થા પાસેથી જ મળ્યા હતા.
ખેડૂતોને ગૌ ઉછેર અને ગૌ દ્રવ્યો આધારિત સાત્વિક ખેતીનું માર્ગદર્શન આપે છે
વનરાજસિંહ રસ ધરાવતા ખેડૂતોને ગૌ ઉછેર અને ગૌ દ્રવ્યો આધારિત સાત્વિક ખેતીનું માર્ગદર્શન આપે છે. તેમને કૃષિ મેળાઓના મંચો પરથી ખેડૂતો ને ગાય આધારિત સેન્દ્રીય ખેતીની દિશા દર્શાવી છે, તેઓ કહે છે કે, જે રીતે લોકો ફેમિલી ડોક્ટર રાખે છે એ રીતે હવે શુદ્ધ અનાજ, શાકભાજી અને દૂધ ઉત્પાદનો મેળવવા પારિવારિક ખેડૂત ફેમિલી ફાર્મર રાખવાની જરૂર જણાય છે.
માણસ વધુ મેળવવા ઝડપથી મેળવવાની લાહ્યમાં રાહ ભૂલ્યો છે
કુદરત પાસે માનવને આપવા જેવું ઘણું છે, પરંતુ, માણસ વધુ મેળવવા ઝડપથી મેળવવાની લાહ્યમાં રાહ ભૂલ્યો છે અને ઘણું ગુમાવ્યું છે. વનરાજસિંહ જેવા પ્રયોગશીલ ખેડૂતો કુદરતની મર્યાદા પાળતી ખેતી કરીને સ્વદેશી ખેતીની એ ગુમાવેલી અસ્મિતાને નવી ચેતના આપી રહ્યાં છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.