આશા ફળી:અધ્યાપકોને ઓનલાઇન પરીક્ષાનું 24 લાખ મહેનતાણું 2 વર્ષે મળશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ મહેનતાણું અાપવા ઇનકાર કરતાં વિવાદ થયો હતો
  • કોરોનાકાળ દરમિયાન 4 પરીક્ષા અોનલાઇન લેવાઇ હતી

મ.સ.યુનિવર્સિટીમાં કોરોનાના સમયમાં દરેક ફેકલ્ટીમાં ઓનલાઇન પરીક્ષા લેવાઈ હતી. એપ્રિલ 2020, નવેમ્બર 2020, મે 2021 તથા નવેમ્બર 2021 મળીને 4 પરીક્ષા ઓનલાઇન લેવાઈ હતી. જેમાં પેપર સેટર, જુનિયર સુપરવાઇઝરને મહેનતાણું ચૂકવવાનો નિર્ણય કરાયો છે. જે તે સમયે મહેનતાણું ચૂકવવાનો ઇન્કાર કરાયો હતો. જોકે અનેક રજૂઆતો બાદ ઓનલાઇન પરીક્ષાનું મહેનતાણું ચૂકવાશે. યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષ દરમિયાન પણ અધ્યાપકોએ પેપર કાઢવાથી લઇને સુપરવિઝનની કામગીરી કરી હતી.

પરીક્ષા ઓનલાઇન હોવાથી માત્ર પેપર છપાવવા અને પેપર ચકાસણીની કામગીરી કરી નહતી. પેપર સેટરને રૂા.500, સુપરવિઝનના રૂા.125 મહેનતાણું ચૂકવાશે. ઓનલાઇન પરીક્ષાના પેપર સેટ કરી સુપરવિઝન કરનાર અધ્યાપકોને 24 લાખ જેટલી રકમ ચૂકવવાની થશે. અધ્યાપકોને જે તે સમયે મહેનતાણું ન અપાતાં વિવાદ થયો હતો. સત્તાધીશોએ ઓનલાઇન પરીક્ષા હોવાથી મહેનતાણું ચૂકવવા અખાડા કર્યા હતા. અધ્યાપકો દ્વારા આ અંગે રજૂઆતો કરાઈ હતી. ઓફલાઇન પરીક્ષામાં સમય પર જ મહેનતાણું ચૂકવી દેવાતું હોય છે પણ ઓનલાઇન પરીક્ષા બે વર્ષ સુધી લીધી હોવા છતાં મહેનતાણું ન ચૂકવાતાં અધ્યાપકોમાં રોષ હતો. જોકે હવે સત્તાધીશો દ્વારા મહેનતાણું ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...