રોષ:પરીક્ષા ચાલુ છે ત્યાં સુધી અધ્યાપકોને રજાની મનાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અાટર્સના ડીને પરિપત્ર બહાર પાડયો
  • કોમર્સ ફેકલ્ટીમાં માૈખિક સૂચના જારી કરાઇ

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં જયાં સુધી પરીક્ષા ચાલુ છે ત્યાં સુધી કોઇ અધ્યાપકે રજા લેવી નહિ તેવી સૂચના આપવા માટે ડીને સરક્યુલર કાઢયો છે. જયારે કોમર્સ ફેકલ્ટીમાં મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે.

યુનિવર્સિટીમાં અત્યારે વેકેશન ચાલી રહ્યું છે. માત્ર બે ફેકલ્ટીઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે. જેના પગલે અધ્યાપકો રજા પર ના ઉતરે તે માટે સૂચનાઓ આપવામાં આવી છે. આર્ટસ ફેકલ્ટીના ડીને સરક્યુલર બહાર પાડયો છે કે કોઇ પણ શિક્ષકો કે જેમાં ટેમ્પરરી ટીચીંગ પ્રોફેસર, પીએચડી સ્કલોર, તમામ ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફ 16 મે થી 24 મે દરમિયાન કોઇ પણ પ્રકારની રજા પર પૂર્વ મંજૂરી વગર જઇ શકશે નહિ. તમામ વિભાગના હેડને પણ સૂચનામાં અપાઇ છે કે તેઓ પણ રજાના પત્ર પર સહી ના કરે. અધ્યાપકોને વેકેશનમાં પરીક્ષાની કામગીરી કરવાનો વારો આવ્યો છે. જેના પગલે પણ અધ્યાપકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...