• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Professor Of MSU, Vadodara Has Been Appointed As A Member Of WHO's Obesity Management Guidance Development Group. Among The 24 Members Of The World, Dr. Inclusion Of Vanisha Nambiar

ગૌરવ:વડોદરાની MSUના પ્રાધ્યાપકનો WHOના બાળકોમાં સ્થૂળતા વ્યવસ્થાપન માર્ગદર્શિકા વિકાસ જૂથના સભ્ય તરીકે નિમણૂંક, વિશ્વના 24 સભ્યોમાં ડો. વનીષા નમ્બિયારનો સમાવેશ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. વનીષા નમ્બિયાર - Divya Bhaskar
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. વનીષા નમ્બિયાર
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતના જૂથમાં એકમાત્ર ન્યુટ્રીશનિસ્ટની પસંદગી કરવામાં આવી છે

વડોદરા કોરોનાની વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. વનીષા નમ્બિયાર અંધકારમાં પ્રકાશનું એક કિરણ બનીને આવ્યા છે. બાળકોના શારીરિક સ્વાસ્થ્ય માટે કાર્ય કરતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ના બાળકોમાં સ્થૂળતા વ્યવસ્થાપન માર્ગદર્શિકા વિકાસ જૂથના સભ્ય તરીકે ડો. વનીષા નમ્બિયારની પસંદગી કરવામાં આવી છે.

બાળકોમાં મેદસ્વીતા, ઓછું વજન અને સુક્ષ્મ પોષકતત્વોનો અભાવ ધરાવતાં બાળકોએ પડકારો છે
હાલમાં આપણે શારીરિક સ્વાસ્થ્ય વિશે સૌથી વધુ કાળજી રાખીએ છીએ. શારીરિક સ્વાસ્થ્ય રોગપ્રતિકારક શક્તિ માટે નૈસર્ગિક સ્ત્રોત છે. ભારતમાં કોરોનાની ત્રીજી અને સૌથી વધુ ખતરનાક તરંગ આવવાની તૈયારી છે. આ ત્રીજી તરંગ બાળકોને સૌથી વધુ અસર કરે એવી સંભાવના દર્શાવાઇ રહી છે. જેથી, બાળકોનું સ્વાસ્થ્ય ભારત માટે મહત્વપૂર્ણ મુદ્દો છે. ભારતમાં બાળકોના સ્વાસ્થ્ય સંબંધે ત્રણ સૌથી મોટા પડકારો છે, જેમાં વધુ પડતું વજન અને મેદસ્વીતા, હોવું જોઇએ તેથી ઓછું વજન અને સુક્ષ્મ પોષકતત્વોનો અભાવ ધરાવતાં બાળકો, ત્યારે WHOના બાળકોમાં સ્થૂળતા વ્યવસ્થાપન માર્ગદર્શિકા વિકાસ જૂથના સભ્ય તરીકે એમ.એસ. યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. વનીષા નમ્બિયારની પસંદગી કરવામાં આવી છે.

ડો. વનીષા નમ્બિયારે અન્ય દેશો સાથે યોજેલી પ્રથમ વર્ચ્યુઅલ મિટિંગમાં હાજરી આપી હતી
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફૂડ એન્ડ ન્યુટ્રીશન વિભાગના પ્રાધ્યાપક ડો. વનીષા નમ્બિયાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ભારતના જૂથમાં એકમાત્ર ન્યુટ્રીશનિસ્ટ છે અને ત્રીજા ભારતીય સભ્ય છે. અન્ય બે સભ્યો મેડિકલ ડોકટર છે. ડો. વનીષા નમ્બિયારે અન્ય દેશો સાથે યોજવામાં આવેલી પ્રથમ વર્ચ્યુઅલ મિટિંગમાં હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય બાબતોના વિભાગમાં નાયબ નિયામક તરીકે સુપેરે ફરજ બજાવે છે, વધુમાં તેઓ હાલમાં પબ્લિક હેલ્થ ન્યુટ્રીશ્યનના કો-ઓર્ડિનેટર તરીકે પણ કાર્યરત છે.

WHOએ બાળકોમાં સ્થૂળતા વ્યવસ્થાપન માર્ગદર્શિકા વિકાસ જૂથ બનાવ્યું છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા બનાવવામાં આવેલા બાળકોમાં સ્થૂળતા વ્યવસ્થાપન માર્ગદર્શિકા વિકાસ જૂથનું લક્ષ્ય સ્થૂળતા ધરાવતા બાળકો અને કિશોરોને સંકલિત વ્યવસ્થાપન અને સંભાળ વિશે સ્થાનિક રૂપે અનુકૂળ, સ્પષ્ટ, વૈજ્ઞાનિક માહિતી, વૈશ્વિક ક્લિનિકલ અને જાહેર આરોગ્ય ભલામણો પ્રદાન કરવાનું છે. વ્યક્તિગત, કુટુંબ, સમુદાય અને ઘર આધારિત સમસ્યાઓ પર ભલામણ પ્રદાન કરે છે. મેદસ્વી બાળકો અને કિશોરોના સંચાલન માટે ફાર્માલોજીકલ હસ્તક્ષેપ અને શસ્ત્રક્રિયા વિકલ્પ સાથે આહાર, શારીરિક પ્રવૃત્તિ અને વર્તણૂંક વિશે પણ સંકલન કરવું. ફોલો-અપના દેખરેખ અંગે માર્ગદર્શન પ્રદાન કરવું. જેમાં આહારની ટેવ, તંદુરસ્ત વર્તણૂંક અને જીવનશૈલી જેવા આરોગ્યની સુખકારીના પરિણામોનો સમાવેશ થાય છે.

24 સભ્યોમાં ડો. વનીષા નમ્બિયાર એકમાત્ર ન્યુટ્રીશનિસ્ટ છે
ડો. વનીષા નમ્બિયાર એકમાત્ર ન્યુટ્રીશનિસ્ટ હોવાથી બાળકોમાં સ્થૂળતા વ્યવસ્થાપન માર્ગદર્શિકા વિકાસ જૂથમાં મહત્વનો ફાળો આપી શકશે. ડો. વનીષા નમ્બિયાર એક નિષ્ણાંત તરીકે ખોરાક, પોષણ અને આરોગ્યને લગતી સમસ્યાઓ પર પોતાના અભિપ્રાયો રજૂ કરશે. તેમનું માર્ગદર્શન હાલની પરિસ્થિતિમાં અત્યંત ઉપયોગી બને છે.

અન્ય સમાચારો પણ છે...