તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તબીબો કોવિડની કામગીરીથી દૂર:વડોદરામાં ગોત્રી GMERS કોલેજના તબીબી પ્રાધ્યાપકો હડતાળ પર, આજથી અચોક્કસ મુદ્દત સુધી કોરોનાના દર્દીઓની સારવાર નહીં કરે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
GMERS મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકોએ ગોત્રી GMERS હોસ્પિટલના ડીન ઓફિસ બહાર દેખાવો કર્યાં હતા - Divya Bhaskar
GMERS મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકોએ ગોત્રી GMERS હોસ્પિટલના ડીન ઓફિસ બહાર દેખાવો કર્યાં હતા
  • તબીબી પ્રાધ્યાપકોએ ગોત્રી GMERS હોસ્પિટલના ડીન ઓફિસ બહાર દેખાવો કર્યાં

વડોદરા સહિત રાજ્યના GMERS મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકો હડતાળ પર ઉતર્યા છે. જેમાં આજથી કોવિડની કામગીરી તબીબી પ્રાધ્યાપકોએ બંધ કરી છે. પોતાની પડતર માગણીઓને ઉકેલ ન આવતા છેવટે તબીબી પ્રાધ્યાપકોએ આજથી અચોક્કસ મુદ્દત સુધી કોરોના દર્દીઓની સારવાર નહીં કરે તેવો નિર્ણય કર્યો છે.

તબીબોએ ડીન ઓફિસ બહાર દેખાવો કર્યાં
તબીબી પ્રાધ્યાપકોએ ગોત્રી GMERS હોસ્પિટલના ડીન ઓફિસ બહાર દેખાવો કર્યાં હતા અને સરકારી મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોને મળતા તમામ લાભો આપવાની માગ કરી હતી. જોકે, તબીબો પ્રાધ્યાપકો હડતાળ પર જશે તો પણ કોરોના દર્દીઓની સારવારમાં અસર નહીં થાય, કારણ કે, જુનિયર અને સિનિયર રેસિડેન્ટ તબીબો ફરજ પર હાજર છે. જેઓ કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

પ્રાધ્યાપકોએ આજથી અચોક્કસ મુદ્દત સુધી કોરોના દર્દીઓની સારવાર નહીં કરે તેવો નિર્ણય કર્યો છે
પ્રાધ્યાપકોએ આજથી અચોક્કસ મુદ્દત સુધી કોરોના દર્દીઓની સારવાર નહીં કરે તેવો નિર્ણય કર્યો છે

પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં તબીબો હડતાળ પર ઉતર્યા
છેલ્લાં 8 વર્ષથી પડતર પ્રશ્નોનો ઉકેલ સરકાર દ્વારા લાવવામાં ન આવતાં તબીબો હવે લડાયક મૂડમાં આવી ગયા છે. એડહોક ટીચરોને નિયમિત કરવા, સાતમા પગાર પંચ અને કેન્દ્ર સરકાર મુજબ પગાર ચૂકવવા જેવા પડતર પ્રશ્નોનો સરકાર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં ન આવતાં આજે મેડિકલ કોલેજના તબીબોએ આજથી કોરોનાના દર્દીઓની સારવાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

તબીબોએ 4 દિવસ પહેલાં બ્લેક ડે મનાવ્યો હતો
કોરોનાની મહામારીમાં ફ્રન્ટ વોરિયર તરીકે ફરજ બજાવી રહેલા ગોત્રી GMERS કોલેજના તબીબોએ 4 દિવસ પહેલાં બ્લેક ડે મનાવ્યો હતો અને પોતાની પડતર માગણીઓને લઇને હડતાળ પર ઊતર્યા છે.

વડોદરામાં ગોત્રી GMERS કોલેજના તબીબી પ્રાધ્યાપકો હડતાળ પર ઉતર્યા છે
વડોદરામાં ગોત્રી GMERS કોલેજના તબીબી પ્રાધ્યાપકો હડતાળ પર ઉતર્યા છે

તબીબો 2012થી પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા માગણી કરે છે
તબીબોના જણાવ્યા પ્રમાણે તેઓ વર્ષ 2012થી પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા માગણી કરે છે, પરંતુ સરકાર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી. ડોક્ટરો ખડેપગે કોવિડની કામગીરી કરી રહ્યા છે. સરકાર દ્વારા માત્ર ફ્રન્ટલાઇન વોરિયર તરીકે બિરુદ આપી કામગીરી કરાવવામાં આવી રહી છે, પરંતુ તબીબોના પ્રશ્નો ઉકેલવામાં કોઇ રસ દાખવવામાં આવતો નથી.