સૂચના:સ્કૂલ કોરોના કેસ છુપાવશે તો એપેડેમિક એક્ટની કાર્યવાહી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી 3 વિદ્યાર્થી અને શિક્ષિકા પોઝિટિવ
  • વિદ્યાર્થી પોઝિટિવ આવે તો સ્કૂલે કોન્ટેક્ટ લિસ્ટ તૈયાર કરવું પડશે

સ્કૂલોમાં વધતા કેસોના પગલે ડીઇઓ કચેરી દ્વારા તમામ સ્કૂલોને સૂચનાઓ આપવામાં આવી છે કે સ્કૂલમાં વિદ્યાર્થી, શિક્ષક કે સ્ટાફના કોરોનાના રિપોર્ટ પોઝેટિવ આવે તો આરોગ્ય કેન્દ્ર અને ડીઇઓમાં જાણ કરવામાં આવે. જો એસઓપીનું પાલન નહિ કરે તેની સામે એપેડેમીક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી શહેરની ત્રણ શાળાઓમાં બાળકો અને શિક્ષિકા પોઝિટિવ આવ્યા છે.

શહેરની નવરચના સમા,નવરચના ઇન્ટરનેશન ભાયલી તથા સિગ્નસ સ્કૂલના વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યો હતો જયારે સંત કબીર સ્કૂલમાં શિક્ષિકાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારે ડીઇઅો કચેરી દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરી જણાવ્યું છે કે શાળામાં કોઇ વિદ્યાર્થી,શિક્ષક કે અન્ય કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવે તો તે અંગેની જાણ તુરંત નજીકના આરોગ્ય કેન્દ્ર અને ડીઇઓ કચેરી ખાતે જાણ કરવી પડશે. શાળામાં પ્રવેશ સમયે કોઇ વિદ્યાર્થી શંકાસ્પદ લક્ષણો ધરાવે તો વાલીનો સંપર્ક કરી ડોકટરનો સંપર્ક કરવાની તાકીદ કરાઇ છે.

કોરોના પોઝેટિવ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા વિદ્યાર્થી તેમજ અન્ય વ્યક્તિઓનું કોન્ટેકટ લિસ્ટ તૈયાર કરીને આરોગ્ય વિભાગને સોંપવાનું રહેશે. જો કોઇ શાળા કોવિડ-19 અંગેની એસઓપીનું પાલન કરવામાં ચૂક કરશે તે શાળાઓ સામે એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ફરજ પડશે.

સ્કૂલોમાં દર અઠવાડિયે એક વખત સેનિટાઇઝિંગ કરાય છે
દર અઠવાડિયે સ્કૂોલોમાં એક વખત સેનેટાઇઝીંગ કરાય છે. સરકારની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. બાળકોને તેમના પાણીની બોટલ ઘરે થી લાવવાની સૂચના છે અને કોઇને જોડે તે આપ લે ના કરે તેનું ધ્યાન રાખવામાં આવે છે. સ્કૂલના ગેટ પર સેનેટાઇઝર અને થર્મલ ગન થી ચેકીંગ કરવામાં આવે છે. > આર.સી.પટેલ, પ્રમુખ,શાળા સંચાલક મંડળ

એક વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થતાં સોશિયલ વર્ક ફેકલ્ટી બંધ કરી
શાળાઓ બાદ હવે એમ.એસ. યુનિવર્સિટીમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. સોશિયલ વર્ક ફેકલ્ટીમાં એક વિદ્યાર્થિની કોરોનાગ્રસ્ત થયો છે. જેને પગલે પ્રોફેસરો અને વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થતાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. સોશિયલ વર્ક ફેકલ્ટીમાં વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા પછી યુનિવર્સિટીના હેલ્થ સેન્ટરને જાણ કરવામાં આવી હતી.

તેમના દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરાઈ હતી. જેના પગલે ફેકલ્ટીમાં તંત્ર દ્વારા સેનેટાઇઝેશનની કામગીરી પણ કરાઈ હતી. સત્તાધીશો દ્વારા દરેક ફેકલ્ટીને સૂચના અપાઇ છે કે, વિદ્યાર્થી, શિક્ષક કે કર્મચારી પોઝિટિવ આવે તો તાત્કાલિક હેલ્થ સેન્ટરને જાણ કરવી.

અન્ય સમાચારો પણ છે...