તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેતવણી:હોસ્પિટલો બિલ મોટું કરવા બેડ ભરેલા રાખશે તો એપેડેમિક એક્ટની કાર્યવાહી

વડોદરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ખાનગી હોસ્પિટલોને કડક ચેતવણી
 • મેડિક્લેમના કિસ્સામાં દર્દીને વધુ સમય રખાતા હોવાની ફરિયાદને પગલે નિર્ણય

મેડિક્લેમ થકી લાંબા બિલ વસુલવા કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા સારવારની જરૂર ન હોય તો પણ કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં લાંબા સમય સુધી દાખલ કરી બેડ ભરેલા રાખે છે, તેવી હોસ્પિટલના સંચાલક અને ડોક્ટરોને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ચેતવણી આપતા કહ્યું હતું કે, હોસ્પિટલો લાંબા બિલ બનાવવા ખોટી રીતે દર્દીઓને દાખલ કરશે તો એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરાશે. તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન અંગ સરકારે કોઈ વિચાર કર્યો નથી. લોકો નિયમો પાળે, સોશિયલ ડિસ્ટન્સ રાખે તો ચોક્કસ પણે લોકડાઉન વિના સંક્રમણને વધતું અટકાવી શકીશું.

કોરોના સંક્રમણના વધતા કેસોની સમીક્ષા કરવા શનિવારે વડોદરા પહોચેલા નિતીન પટેલે સર્કિટ હાઉસ ખાતે જણાવ્યું હતું કે, ધારાસભ્યો,મેયર અને આરોગ્ય અધિકારીઓ સાથેની ચર્ચામાં બહાર આવ્યું છે કે, કેટલીક ખાનગી હોસ્પિટલો કેટલાક દર્દીઓને બીનજરૂરી રીતે લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ કરી રાખે છે. દર્દીઓ પાસે મેડિક્લેમ હોવાથી તેમને પૈસા ચુકવવાના હોતા નથી,તેથી ડોક્ટરની સલાહથી દર્દી દાખલ રહે છે અને હોસ્પિટલ તેના બિલ બનાવે છે.

આવી કેટલીક હોસ્પિટલોમાં જરૂર વગર પથારીઓ ભરાયેલી રહેતી હતી અને આંકડો એવો પ્રસિધ્ધ થતો હતો કે વડોદરા કે અન્ય શહેરોમાં આ હોસ્પિટલોમાં આટલા દર્દીઓને દાખલ છે. જેને ખરેખર સારવારની જરૂર છે, તેને ચોક્કસ તમે દાખલ કરો.પરંતું જેને જરૂર નથી અને ખોટા બિલ બનાવવા માટે તેને દાખલ કરશો તો નવા એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરીશું. નિતીન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા સહિતના શહેરોમાં તજજ્ઞ ડોક્ટરોની સુપરવિઝન કમિટી બનાવી છે.

જે ખાનગી હોસ્પિટલમાં પહોચી જે દર્દીઓ દાખલ છે તેના રિપોર્ટ તપાસી, જે તે દર્દીને ખરેખર સારવારની જરૂર છે એટલે દાખલ કર્યા છે કે પછી માત્ર મોટા બિલ બનાવવા દાખલ કર્યા છે તેની ચકાસણી કરશે. જો બિનજરૂરી રીતે મોટુ બિલ બનાવવા દર્દીને દાખલ કરેલો હશે તો કમિટી જે તે હોસ્પિટલ વિરૂધ્ધ કોર્પોરેશનને રિપોર્ટ સોંપશે. કોર્પોરેશન જે તે હોસ્પિટલ અને ડોક્ટરો વિરૂધ્ધ એપેડેમીક એક્ટ મુજબ કાર્યવાહી કરશે.આ અંગે ઓએસડી વિનોદ રાવે એક જાહેરનામું પણ પ્રસિધ્ધ કર્યું છે. જે જાહેરનામા મુજબ રવિવારથી જ સુપરવિઝન કમિટી ચેકિંગ શરૂ કરશે. અન્ય રોગના દર્દી મૃત્યુ પામે તો ગાઈડલાઈન મુજબ જે તે દર્દીને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાથી તેમને ગાઈડ લાઈન મુજબ જ થ્રી લેયર કિટમાં તેમના મૃતદેહને રાખી અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે છે.

હોસ્પિટલો અને વીમા કંપનીઓ માટે SOP જાહેર

 • વીમા કવરેજ માટે દર્દી હોસ્પિટલમાં દાખલ થાય તેના 30 દિવસ અગાઉ અને ડિસ્ચાર્જના 60 દિવસ પછીનો સમાવેશ થશે. જેમાં ઓપીડી બેઝના ઇન્જેક્ટેબલ સારવારનો પણ સમાવેશ થાય છે.
 • કોરોના કવચ અંતર્ગત દર્દીના હોસ્પિટલ રોકાણના 15 દિવસ અગાઉના અને ડિસ્ચાર્જના 30 દિવસ બાદના ખર્ચનો સમાવેશ થાય છે.
 • તેમાં હોમ બેઝ્ડ કોવિડ કેરનું કવરેજ રૂ.15000 સુધીનું આવરી લેવાશે.
 • સુપર સ્પેશિયાલિસ્ટ તબીબ જો ઓનલાઇન સલાહ આપશે તો તેનો ચાર્જ દર્દીને મળશે નહીં.
 • વીમા કંપનીએ ઇન્વેસ્ટિગેટર તરીકે એમબીબીએસ તબીબને જ મોકલવાનો રહેશે. પેશન્ટ ડિસ્ચાર્જ થઇ જાય પછી ઇન્વેસ્ટિગેશન નહીં થઇ શકે
 • ઇમર્જન્સી શિફ્ટિંગમાં દર્દીનું મોત થાય તો મૃતદેહને હોસ્પિટલમાં રાખવાને બદલે પ્રક્રિયા ઝડપી કરવાની રહેશે.
 • દાખલ કરવા માટે આરટીપીસીઆર પોઝિટિવ હોવો ફરજિયાત નથી. પણ જો HRCT (સિટી સ્કેન) અને લેબના અન્ય પરિણામો વાઇરલ બીમારી તરફ સૂચન કરતા હોય તો કોવિડ દર્દી ગણવા પડશે.
 • વીમા કંપનીઓને તમામ ક્લેઇમ 7 દિવસમાં સેટલ કરવા પડશે.

શહેરનાં 4 અતિથિગૃહોને કોવિડ કેર સેન્ટરમાં ફેરવી દેવા નિર્ણય
નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે શનિવારે સર્કિટ હાઉસમાં 4 કલાક સુધી મંત્રી,સાંસદ,મેયર અને ધારાસભ્યો સાથે મેરેથોન મિટીંગ કર્યા બાદ નીતીન પટેલે શહેરના 4 અતિથી ગૃહોને કોવિડ કેર સેન્ટરમાં તબદિલ કરવાનો નિર્ણય લેવાયો હતો.

નીતીન પટેલના જણાવ્યા અનુસાર, શહેરમાં જ્યાં જે લોકો ખુબ નાના ઘરો કે ઝુંપડપટ્ટીમાં રહેતા હોય તેમાં કોઈ પરિવારના સભ્યને હોમ ક્વોરન્ટાઇન થવું હોય તો તેવો થઈ શકતા ન હતાં. જેથી નિર્ણય કરાયો છે કે, શહેરના 4 અતિથી ગૃહોને કોવિડ કેર સેન્ટર બનાવાશે. શંકાસ્પદ કોરોના અથવા પ્રાથમિક લક્ષણો ધરાવતા હોય તેમને અતિથિ ગૃહોમાં સારવાર અપાશે.જ્યાં કોર્પોરેશન તરફથી ચા-નાસ્તો અને જમવા સહિતની વ્યવસ્થા ઉભી કરાશેે. તેમજ અતિથિ ગૃહોમાં ડોક્ટરની ટીમ પણ રાખવામાં આવશે. જેથી કવોરન્ટાઇન દર્દીને યોગ્ય સારવાર પણ મળી રહેશે.

જાહેર સ્થળો પર બૂથ ઊભાં કરી રેપિડ ટેસ્ટ કરાશે
શહેરમાં વિધાનસભા દિઠ જાહેર સ્થળો પર બે બુથ શરૂ કરાશે. જયાં અવર-જવર કરતા લોકોને રેપીડ એન્ટીજન્ટ ટેસ્ટ કરાવવાની શરૂઆત કરવામાં આવશે.આ વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવશે. જેથી લોકો ધનવંતરી રથની સાથે સાથે કેમ્પમાં ટેસ્ટ કરી શકશે. મ્યુ.કમિશનર અને કલેક્ટરને લાગે કે કોરોનાના દર્દીઓને દાખલ કરવા માટે વધુ પથારીઓની જરૂર છે.તો ખાનગી હોસ્પિટલમાં વધુ પથારીઓ ઓક્યુપાય કરી શકશે. ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટ કરવાના ચાર્જ નિશ્ચિત કર્યાં છે.તે ચાર્જ કરતા કોઈ લેબોરેટરી વધુ ચાર્જ વસુલશે અને તેની ફરિયાદ મળશે તો બેલ બંધ કરવા સુધીના પગલાં લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો