• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Proceedings In Vadodara Court Continue Till 1.30 Pm, 7 day Remand Of Salauddin Umar Granted, Probe Into Possible Terrorist Activities Started

ધર્માંતરણ અને ફન્ડિંગ કેસ:વડોદરા કોર્ટમાં રાત્રે દોઢ વાગ્યા સુધી કાર્યવાહી ચાલી, સલાઉદ્દીન-ઉમરના 7 દિવસના રિમાન્ડ મંજૂર, આતંકી પ્રવૃત્તિની શક્યતાને લઇને તપાસ શરૂ

વડોદરા2 મહિનો પહેલા
આરોપી ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખને લઇને પોલીસ વડોદરા કોર્ટમાં પહોંચી હતી.
  • વડોદરા પોલીસે ઉમર ગૌતમ અને સલાઉદ્દીનના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા બપોરે 3:30 વાગ્યાથી શરૂ થયેલી કોર્ટ કાર્યવાહીમાં રાત્રે 12:30 વાગ્યા સુધી દલીલો ચાલી

ધર્માંતરણના કેસમાં શનિવારના રોજ યુપીથી લવાયેલા આરોપીઓ ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખના રિમાન્ડ મેળવવા માટે મોડી રાત સુધી કોર્ટમાં બચાવપક્ષ અને સરકાર તરફે દલીલો થઈ હતી. જેમાં સરકાર તરફે પોલીસે બંને આરોપીઓ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની સંભાવના છે, જેની તપાસ થવી અત્યંત જરૂરી હોવાનું સહિત રિમાન્ડના અન્ય ગ્રાઉન્ડ મૂકીને 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે રાત્રે દોઢ વાગ્યે બંને આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. પોલીસે બંને આરોપીની આતંકી પ્રવૃત્તિ અંગેની શક્યતાને લઇને તપાસ શરૂ કરી છે.

આરોપીઓએ 80 કરોડ ક્યાં વાપર્યા તેની તપાસ થશે
એસઓજી દ્વારા મોડી રાતે કોર્ટમાં આરોપી ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખના રિમાન્ડ મેળવવા માટે ગ્રાઉન્ડ મુક્યાં હતાં. જેમાં તેમને જણાવ્યું હતું કે, પોલીસે સલાઉદ્દીન શેખ આફમી ટ્રસ્ટનો મુખ્ય ટ્રસ્ટી હોવાથી તે મુખ્ય સુત્રધાર હોવાનું અને ઉમર ગૌતમ અને અન્ય મળતીયાઓ સાથે મળી વર્ષ 2017 થી અત્યાર સુધી રૂા.80 કરોડ જેટલી રકમ અલગ અલગ દેશોમાંથી જે મળી છે તે રકમ ક્યાં વાપરી છે. અને આ રકમ થી ધર્માંતરણ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ પાછળ આ રકમ વાપરી હોવાની શંકાથી તેની તપાસ કરવાની હોવાનું રિમાન્ડ અરજીમાં ઉલ્લેખ્યું હતું.

વડોદરા પોલીસે ઉમર ગૌતમ અને સલાઉદ્દીનના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા
વડોદરા પોલીસે ઉમર ગૌતમ અને સલાઉદ્દીનના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા

આરોપીઓ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની શક્યતા
બંને આરોપીઓ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની સંભાવના છે જેની તપાસ થવી અત્યંત જરૂરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઉપરાંત દુબઈના મુસ્તુફા શેખ પાસેથી મુંબઈના રાહુલ ઉર્ફે ઈમરાનના મારફતે હવાલાથી આરોપીએ રૂા.60 કરોડ મેળવ્યાં છે જેની પણ તપાસ કરવાની છે.

આરોપીઓએ જમીન ખરીદેલી છે તેના દસ્તાવેજની તપાસ થશે
વર્ષ 2019માં સેફાયર હોટલમાં ઉમર ગૌતમ,સલાઉદ્દીન શેખ સહિત અન્ય લોકો વચ્ચે એક મીટીંગ થઈ હતી. આ મીટીંગમાં શું કાવતરૂ ઘડાયું હતું. વર્ષ 2001માં ભુજમાં આવેલા ભુકંપમાં આરોપીઓ દ્વારા જમીન ખરીદાયેલી છે તેના દસ્તાવેજની તપાસ,આ ઉપરાંત વિદેશથી જે રૂપીયા એફસીઆરએ દ્વારા આવ્યાં હતાં,તે રૂપિયાને અનાજના વેપારીઓ સાથે સંડોવણી કરીને ખોટા બીલો બનાવી રોકડમાં રૂપાંતરીત કરવામાં આવ્યાં હતાં તેની તપાસ પણ કરવાની છે.

બપોરે 3:30 વાગ્યાથી શરૂ થયેલી કોર્ટ કાર્યવાહીમાં રાત્રે 12:30 વાગ્યા સુધી દલીલો ચાલી હતી
બપોરે 3:30 વાગ્યાથી શરૂ થયેલી કોર્ટ કાર્યવાહીમાં રાત્રે 12:30 વાગ્યા સુધી દલીલો ચાલી હતી

ધર્માંતરણ માટે 100 કરોડનું વિદેશી ફંડ મળ્યું
આ ઉપરાંત મંસુરી મહોમદ દ્વારા મેરાજ એપાર્ટમેન્ટની અંદર એક ફ્લેટ લેવાયો હતો,જે ફ્લેટ માટે અપાયેલા રૂપિયાનો ચેક ક્લિયર થયો ન હતો. છતાં તે ફ્લેટ હજુ પણ મંસુરી મહોમદ પાસે છે તો તે અંગે પણ પોલીસ તપાસ કરવા માંગી રહી છે. સલાઉદ્દીન સહિતના આરોપીઓને 5 વર્ષમાં હવાલા અને મની લોન્ડરીંગ મારફતે રૂા.60 કરોડ મળ્યાં હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેમાંથી રૂા.19 કરોડ સલાઉદ્દીને પોતાની આફમી ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ મેળવ્યાં હતા. યુપી એટીએસની તપાસમાં ધર્માંતરણ માટે 100 કરોડનું વિદેશી ફંડ મળ્યું હોવાનું ખૂલ્યું છે.

ઉમર અને સલાઉદ્દીનને લઈને યુપી પોલીસ વડોદરા કોર્ટમાં પહોંચી
ધર્માંતરણ અને ફન્ડિંગ કેસમાં ઝડપાયેલા સલાઉદ્દીન અને ઉમર ગૌતમનો કબજો મેળવવા શહેર પોલીસે કાયદાકીય કાર્યવાહી કર્યા બાદ યુપીની સ્પે. કોર્ટના આદેશથી ઉમર ગૌતમ અને સલાઉદ્દીનને લઈ યુપી પોલીસ શનિવારે બપોરે વડોદરા દિવાળીપુરા કોર્ટમાં પહોંચી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરાતાં કસ્ટડીના મુદ્દે આરોપીઓના વકીલ અને સરકારી વકીલની દલીલો બાદ કાનૂની પ્રક્રિયા લાંબી ચાલી હતી.

વડોદરા કોર્ટે આરોપી સલાઉદ્દીન અને ઉમરના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં
વડોદરા કોર્ટે આરોપી સલાઉદ્દીન અને ઉમરના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં

પોલીસે રાત્રે રિમાન્ડ રિપોર્ટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કર્યો
આરોપીઓના વકીલે પોલીસે રિમાન્ડ રિપોર્ટ રજૂ કર્યો ન હોવાનું જણાવી વિરોધ કર્યો હતો. અદાલતે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરી પોલીસને રિમાન્ડ રિપોર્ટની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પોલીસે રાત્રે રિમાન્ડ રિપોર્ટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કર્યો હતી. રિમાન્ડ અરજીમાં પોલીસે જણાવ્યું હતું કે, સલાઉદ્દીન-ઉમર આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની શંકા છે.

ટ્રાન્ઝિટ રિમાન્ડ દ્વારા કબજો મેળવવાની તજવીજ કરી હતી
યુપી પોલીસના કબજામાં રહેલા સલાઉદ્દીન અને ઉમર ગૌતમનો ટ્રાન્ઝિટ રિમાન્ડ દ્વારા કબજો મેળવવાની તજવીજ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, યુપીની સ્પેશિયલ કોર્ટ દ્વારા બંનેને વડોદરાની 8મા નંબરની જ્યુ. મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવાનો યુપી પોલીસને આદેશ કરતાં શનિવારે બપોરે બંનેને કોર્ટમાં રજૂ કર્યાં હતા. પોલીસે ડીસીબીના ગુનામાં તેમને બંનેની ધરપકડ કરવા સહિતની કાર્યવાહી કરવા બંને આરોપીની કસ્ટડી માંગી હતી. જેનો આરોપીઓના વકીલે વિરોધ કર્યો હતો અને આરોપી પોલીસની કસ્ટડીમાં હોવાનું જણાવી જો કસ્ટડી લેવી હોય તો રિમાન્ડ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ બંનેને અદાલતે કસ્ટડીમાં લઇ પોલીસને રિમાન્ડ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. પોલીસે રાત્રે રિમાન્ડ રિપોર્ટની કાર્યવાહી કરી હતી. બંને પક્ષની દલીલો બાદ કોર્ટ બંને આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

પોલીસે બંને આરોપીની આતંકી પ્રવૃત્તિ અંગેની શક્યતાને લઇને તપાસ શરૂ કરી છે
પોલીસે બંને આરોપીની આતંકી પ્રવૃત્તિ અંગેની શક્યતાને લઇને તપાસ શરૂ કરી છે