તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળાની ભીતિ:ડભોઇ દશાલાડ ભવન પાસેની સોસાયટીમાં સમસ્યા, 200થી વધુ ઘરમાં ગટરનું પાણી આવતાં જગ વેચાતા લેવા પડે છે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડભોઇ દશાલાડ ભવન નજીક આવેલી સોસાયટીઓમાં છેલ્લા એક મહિનાથી દૂષિત પાણીથી સ્થાનિક રહીશો પરેશાન થઇ ગયા છે. 200થી વધારે મકાનોમાં ગટરની દુર્ગંધ મારતાં પાણીને પગલે પાણી ઉકાળીને પીવા તથા બહારથી વોટર જગ મગાવવાની ફરજ પડી રહી છે.

શહેરમાં ચોમાસાની શરૂઆત થવાની સાથે જ ગટરના કન્ટેમિનેશનવાળાં પાણીની સમસ્યા શરૂ થઇ જવા પામી છે. કેટલાય વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાને પગલે લોકો પરેશાની ભોગવી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઇ નક્કર પગલાં લેવામાં આવી રહ્યાં નથી.

શહેરના ડભોઇ દશાલાડ ભવન પાસે ફાયર એકેડેમી નજીક આવેલી રામપાર્ક સોસાયટી, વિનસ સોસાયટી સહિતની સોસાયટીઓમાં છેલ્લા એક મહિનાથી દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. કોરોના વચ્ચે પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી દહેશતથી સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેને કારણે રહીશો દ્વારા પાણી ઉકાળીને અથવા તો વોટર જગ મગાવીને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને 6 મહિના પણ પૂરા થયા નથી. ખોબે ખોબે મતથી ચૂંટાઇને આવેલા સત્તાધારી પક્ષના કોર્પોરેટરો પાણી સહિતની પાયાની જરૂરિયાત પણ ઉકેલી શકતા નથી. કોરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવા છતાં પણ દૂષિત પાણીની સમસ્યાનો નિકાલ આવી રહ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નાગરવાડા ખાતે દૂષિત પાણીના પગલે મહિલાનું મોત થવાની ઘટનાના પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો અને વોર્ડ ઓફિસમાં પણ તોડફોડ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...