તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂષિત પાણી:આરવી દેસાઈ રોડ-પ્રતાપનગરમાં સમસ્યા, અડધો ડઝન સોસાયટીમાં ચોખ્ખું પાણી દુષ્કર બન્યું

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેરો ભરતા રહીશોએ પીવાનું પાણી ખરીદવું પડે છે

શહેરના આર.વી. દેસાઈ રોડ અને પ્રતાપ નગરની અડધો ડઝન સોસાયટીમાં દૂષિત પાણી આવતુ હોવાથી રહીશોને પીવાનું ચોખ્ખું પાણી ખરીદવું પડી રહ્યું છે.

ભોગીલાલ પાર્ક સોસાયટી, રાજેશ્વરી સોસાયટી, પરસન સોસાયટી, ગણેશ સોસાયટી, શક્તિ કૃપા સોસાયટી, વિજયનગર સોસાયટી અને સાંઈબાબા એપાર્ટમેન્ટમાં રહેતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું નથી. આ મામલે સ્થાનિક રહીશોએ છાશવારે પાલિકાના અધિકારીઓને રજૂઆતો કરી હતી, પરંતુ પાલિકાનું તંત્ર માત્ર ખાડા ખોદીને ચોખ્ખું પાણી મળી રહ્યું છે એવા ભ્રમમાં છે. આ મામલે પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ મ્યુન. કમિશનરને રજૂઆત કરી હતી કે, સ્માર્ટ સિટીની વાતો વચ્ચે લોકોને પીવાનું પાણી ચોખ્ખું અપાતું નથી.

અન્ય સમાચારો પણ છે...