ઇનામ વિતરણ:દિવ્ય ભાસ્કરના શોપિંગ કાર્નિવલના નસીબવંતા વિજેતાને ઇનામ અપાયાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓગસ્ટ મહિનામાં શોપિંગ કાર્નિવલ અંતર્ગત વડોદરાવાસીઓએ ખરીદી કરી હતી : 3 વિજેતાઓને ફ્રિજ, ટીવી અને વોશિંગ મશીનની ભેટ અપાઇ

દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત શોપિંગ કાર્નિવલ અંતર્ગત ઓગસ્ટ મહિનામાં સંખ્યાબંધ લોકોએ ખરીદી કરીને તેનો લાભ લીધો હતો. આ લોકો પૈકી 3 નસીબવંતા વિજેતાઓને ટેલિવિઝન, ફ્રિજ અને વોશિંગ મશીનનાં ઇનામ લાગ્યાં છે. આ વિજેતાઓ પૈકી બેને આ ઇનામો આપવામાં આવ્યાં હતાં. જ્યારે ત્રીજા વિજેતા હાજર રહી શક્યા ન હતા. દિવ્ય ભાસ્કર અને મેઇન સ્પોન્સર એસએસબીઝ ઉપરાંત આઇ સુઝુકી ( રાહિલ જૈન), ગણેશ હ્યુન્ડાઇ, ડેરિલ ઇલેક્ટ્રિકલ્સ, સયાજી રેડિયો હાઉસ, વીર ઇલેક્ટ્રોનિક્સ, રાજસ્થાન સેલ્સ, ધનરાજ જ્વેલર્સ (કરન રાજુભાઇ લાડલા), જેપી જ્વેલર્સ (હિરેન પાટડિયા) અને જગદીશ ફુડના સહયોગથી આ શોપિંગ કાર્નિવલનું આયોજન કરાયું હતું.

જેમાં ટીવીનું પહેલું ઇનામ સુનિતા રમેશભાઇ બંસલને ગયું હતું. તેમના પુત્ર રોહને તેમના વતી આ ઇનામ સ્વીકાર્યું હતું. જ્યારે બીજુ ઇનામ પ્રણવ રાણેને ફ્રિજનું એનાયત કરાયું હતું. જે તેમના પિતા પ્રદીપ રાણેએ સ્વીકાર્યું હતું. ત્રીજા લકી વિનર રમિલાબેન સોલંકી છે તેમને વોશિંગ મશીનનું ઇનામ લાગ્યું છે પણ તેઓ હાજર રહી શક્યાં ન હતાં. ટેલિવિઝનનું ઇનામ લેવા આવેલા રોહને જણાવ્યું કે, મારું લગ્ન થવાનું છે ત્યારે આ મને લકી ઇનામ મળ્યું તે આનંદની વાત છે. જ્યારે પ્રદીપ રાણેએ જણાવ્યું કે, અત્યાર સુધી કોઇ લકી ડ્રોમાં ઇનામ લાગ્યાં તેમાં આ સૌથી યાદગાર અને મોટું ઇનામ છે, જે દિવ્ય ભાસ્કરના કારણે શક્ય બન્યંુ છે.

અન્ય સમાચારો પણ છે...