તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લ્યો બોલો!:વડોદરામાં ટ્રેન અને સ્ટેશન બાદ રેલવેનાં દવાખાનાંનું પણ ખાનગીકરણ!

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રેલવેના 19 લાખ કર્મીને મેડિક્લેમમાં આવરી લેવા કમિટી બનાવાઈ

રેલવે દ્વારા 13 લાખ કર્મચારીઓ માટે મેડિક્લેમની યોજના લવાઈ રહી છે. આ માટે રેલવે દ્વારા 22 ઓક્ટોબરે 3 ઉચ્ચ અધિકારીઓની કમિટીની રચના કરાઈ છે, જે દિવાળી બાદ 22મી તારીખે રિપોર્ટ રજૂ કરશે. સામાન્ય દેખાતી આ ઘટના પાછળ રેલવેના દવાખાનાનું ખાનગીકરણ કરવાનો તખ્તો ગોઠવાયો હોવાની મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા રેલવેના કર્મચારીઓમાં ચર્ચા છે. રેલવે સ્ટેશન અને ટ્રેનો બાદ દવાખાના પણ ખાનગી કંપનીઓને સોંપી દેવાશે તો હાલત કફોડી થશે, તેવો રોષ રેલવે કર્મચારીઓમાં છે.

વડોદરામાં પ્રતાપનગર ખાતે એક ડિવિઝનલ હોસ્પિટલ તેમજ વડોદરા યાર્ડ પ્લેટફોર્મ, ડભોઇ, ગોધરા, આણંદ મળી 6 મેડિકલ યુનિટ છે. વડોદરા ડિવિઝનમાં 1 હજાર ઉપરાંત કર્મચારી દવાખાનામાં ફરજ બજાવે છે. વડોદરા રેલવેના મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા અધિકારીએ જણાવ્યા મુજબ 100 બેડની હોસ્પિટલ કાર્યરત છે, જે ભવિષ્યમાં લોક ભાગીદારીથી ચાલે તો નવાઈ નહીં.

રેલવેમાં આર્મી સમાન દવાખાનાની સુવિધા
કેન્દ્ર સરકારની એક માત્ર આર્મી પછીનું કાર્યક્ષેત્ર રેલવે છે જ્યાં આર્મી જેવાં પોતાનાં દવાખાના અને તબીબી સુવિધા છે. રેલવેના કર્મચારી, રિટાયર્ડ કર્મચારી અને તેમના પરિવારને રેલવેના દવાખાનામાં સુવિધા મળે છે, ત્યાં સુવિધા ન હોય તો ખાનગીમાં થયેલી સારવારનો ખર્ચ રેલવે દ્વારા અપાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો