પેરેન્ટ્સ એસોસિયેશનનો આક્ષેપ:વડોદરાની ખાનગી શાળાઓ કોરોનાના કેસ છુપાવતા કોરોના વિસ્ફોટ થઇ શકે છે, કેટલીક શાળાઓ ઓનલાઇન શિક્ષણની લિંક જ નથી મોકલતી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાનગી શાળાઓમાં કોરોનાના કેસ આવ્યાના કેટલાક દિવસો બાદ શિક્ષણ વિભાગને જાણ કરતા વડોદરા પેરેન્ટ્સ એસોશિયેશને આજે પ્રેસ કોન્ફરન્સ 
કરીને આક્ષેપો કર્યાં હતા - Divya Bhaskar
ખાનગી શાળાઓમાં કોરોનાના કેસ આવ્યાના કેટલાક દિવસો બાદ શિક્ષણ વિભાગને જાણ કરતા વડોદરા પેરેન્ટ્સ એસોશિયેશને આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપો કર્યાં હતા
  • વડોદરા પેરેન્ટ્સ એસોશિયેશને કાયમી જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂકની માંગ કરી

વડોદરાની બે જુદી-જુદી ખાનગી શાળાઓમાં કોરોનાના કેસ આવ્યાના કેટલાક દિવસો બાદ શિક્ષણ વિભાગને જાણ કરતા વડોદરા પેરેન્ટ્સ એસોશિયેશને આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપ કર્યો હતો કે, શાળાઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોના કેસ ન છુપાવે. કેસ છુપાવાવને કારણે કોઇ શાળામાં કોરોના વિસ્ફોટ થઇ શકે છે. વિદ્યાર્થીઓને હાલ ઓનલાઇન શિક્ષણ આપવું જોઇએ. સાથે જ સરકારે એવી ગાઇડલાઇન બહાર પાડવી જોઇએ કે શાળાના શિક્ષકો અને સંચાલકોને કોરોના પોઝિટિવ આવે તો શું પગલા લેવા જોઇએ. સાથે જ શહેરમાં કાયમી જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂકની માંગ કરી હતી.

કોરોનાના કેસ છુપવાવાને બદલે જાહેર કરવા જોઇએ
વડોદરા પેરેન્ટ્સ એસોશિયેશન દ્વારા આજે યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં વડોદરા પેરેન્ટ્સ એસોશિયેશનના મીડિયા કન્વિનર વિનોદભાઇ ખુમાણ અને ઓસોશિયેશનના પ્રવક્તા દિપકભાઇએ જણાવ્યુ હતું કે, શાળાઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોનાના કેસ કેસ છુપાવી રહી છે. આ કેસ છુપવાવાને બદલે ખરેખર તો જાહેર કરવા જોઇએ, જેથી સંક્રમણ વધુ ન ફેલાય. કોરોનાના કેસ છુપાવવાથી કઇ શાળામાં કોરોના વિસ્ફોટ થઇ શકે છે. શાળાઓ દ્વારા કોરોનાના કેસ છુપાવવામાં આવી રહ્યા હોવા અંગે જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાને જાણ કરી તો તેમણે માત્ર શાળાને નોટિસ મોકલીને સંતોષ માન્યો.

કાયમી જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરવા માગ
વડોદરા પેરેન્ટ્સ એસોશિયેશને કહ્યું હતું કે, હાલના જિલ્લા શિક્ષણાધિકારી કામચલાઉ છું અને અમે કાયમી જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરવા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીને રજૂઆત કરી છે. વડોદરા પેરેન્ટ્સ એસોશિયેશનના પ્રવક્તા દિપકભાઇએ જણાવ્યુ હતું કે, કેટલાક વાલીઓએ અમને ફરિયાદ કરી છે કે, કેટલીક શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ માટેની લિંક મોકલવાની બંધ કરીને માત્ર ઓફલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જો માત્ર ઓફલાઇન શિક્ષણ જ આપવામાં આવશે તો કોરોનાનું સંક્રમણ વિદ્યાર્થીઓમાં ફેલાવાનો ભય વધુ રહેશે.

નવરચના હાઇસ્કૂલમાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે શહેરની નવરચના હાઇસ્કૂલમાં ધોરણ-8નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યાના ચાર દિવસ બાદ શાળાનો વર્ગ બંધ કરવા અંગે મેસેજ આપવામાં આવ્યા હતાં. એવી જ રીતે સંતકબિર સ્કલૂની મ્યુઝિટ ટિચરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઓફલાઇન શિક્ષણ સાત દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...