• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Private Bus Heading From Bhuj To Badwani Plunged Into River From Bridge Near Chandpur In Madhya Pradesh, Killing 3 Passengers And Injuring 28

ડ્રાઈવરને ઝોકું આવતાં અકસ્માત:ભુજથી બડવાની જઈ રહેલી ખાનગી બસ મધ્યપ્રદેશના ચાંદપુર પાસે બ્રિજ પરથી નદીમાં ખાબકી, દંપતી સહિત 3નાં મોત, 28 ઇજાગ્રસ્ત

છોટાઉદેપુર17 દિવસ પહેલા
ખાનગી બસને નદીમાંથી બહાર કાઢવા માટે જેસીબની મદદ લેવાઇ હતી
  • બસ 15 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી, કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા

છોટાઉદેપુરથી વહેલી સવારે અલીરાજપુર જતી ખાનગી બસ આજે વહેલી સવારે ચાંદપુર પાસે રેલિંગ તોડીને નદીમાં 15 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. જેમાં એક વર્ષની ઉંમરના એક બાળક અને દંપતી સહિત 3 લોકોના મોત થયા હતા. જ્યારે 28 લોકોના ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અલીરાજપુરની હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઘટનાની જાણ થતા જ અલીરાજપુરના કલેક્ટર મનોજ પુષ્પ તેમજ એસપી મનોજકુમાર સિંહ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ખાનગી બસ ભૂજથી મધ્યપ્રદેશના બડવાની થઇ રહી હોવાની માહિતી મળી છે. બસનો ડ્રાઇવર ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો છે. મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાયની જાહેરાત મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કરી છે.

અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા
અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા

4 જેસીબીની મદદથી ખાનગી બસને નદીમાંથી બહાર કઢાઇ
અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થાનિક તંત્ર દ્વારા 4 જેસીબીની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું અને ખાનગી બસને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

જેસીબીની મદદથી ખાનગી બસને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી
જેસીબીની મદદથી ખાનગી બસને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી

39 લોકોને રેસ્ક્યૂ કરાયા
આજે વહેલી સવારે 5:45 વાગ્યે છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જઇ રહેલી બસ નં-GJ-01-CZ-6306ના ડ્રાઇવરને ઝોકુ આવતા બસ મેલખોદરા નદીના બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આસપાસના લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બસમાંથી 39 લોકોને રેસ્ક્યૂ કર્યાં હતા. જે પૈકી 28 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુન્સ મારફતે અલીરાજપુર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુન્સ મારફતે અલીરાજપુર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુન્સ મારફતે અલીરાજપુર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મૃતકોના નામ

  • કૈલાશ નવલસિંહ મેડા ભીલ (ઉ.58)
  • મીરાબાઇ કૈલાશ મેડા ભીલ (ઉ.56), (રહે. કાલા ખેતર જોબટ, અલીરાજપુર)
  • યુગ સંજય કિરાડે ભિલાલા (ઉ.01), (રહે. રાકસા, અલીરાજપુર)

રેસ્ક્યૂ કરાયેલા મુસાફરોના નામ

  • મોનુ સાયમલ ડાવર (ઉ.18), (રહે.પલસુદ)
  • મુકેશ ફુગલા જમરે (ઉ.21), (રહે. પલસુદ)
  • રાહુલ જમલા ભિલાલા (ઉ.05), (રહે.પલાસદા)
  • રાકેશ જમલા ભિલાલા (ઉ.03), (રહે.પલાસદા)
  • અનિલ છીતુ ગાડરિયા (રહે.કાલી ખેતીયા)
  • વિમલ કાલુ બઘેલ (ઉ.17), (રહે.સોહલિયા, બોરી)
  • રામચંદ્ર ભુરસિયા મુવેલ (ઉ.21), (રહે.સોહલિયા, ગઢવાલ)
  • બત્રી જમલા મુજાલ્દા (ઉ.30), (રહે.પલાસદા, ખટ્ટાલી)
  • જિગ્નેશ રામચંદ્ર (ઉ.12), (રહે.સોહલિયા)
  • રીતા સુરતાન (ઉ.06), (રહે.સોહલિયા)
  • સીમા લચ્છુ (ઉ.19), (રહે.દીપાની ચૌકી)
  • હતરી ગમલા ભિલાલા (ઉ.18), (રહે.દીપાની ચૌકી)
  • જયરામ ભુવાન પચાયા (ઉ.35), (રહે.પુજારાની ચૌકી)
  • રિછુ જયરામ પચાયા (ઉ.30), (રહે.પુજારાની ચૌકી)
  • જગદીશ નોરલા (ઉ.14), (રહે.મોરઘી આમલી ફળિયા)
  • સુરમા ખાપરિયા (ઉ.18), (રહે.ભયડિયા ચૌક પોલ ફળિયા)
  • ચિમા પુના ભીલ (ઉ.14), (રહે.ભયડિયા ચૌક, પોલ ફળિયા)
  • ઝાલી રમેશ ભિલાલ (ઉ.28), (રહે.દીપાની ચૌકી મેંબર ફળિયા)
  • અર્ચના રમેશ ભિલાલ (ઉ.01), (રહે.દીપાની ચૌકી)
  • ભાયસિંહ કાલુસિંહ (ઉ.22), (રહે.ડહી ગંગાપુર)
  • અસ્મિતા બાદલ મંડલોઇ (ઉ.30), (રહે.ડહી ગંગાપુર)
  • અશ્વિન બાદલ (ઉ.07), (રહે.ડહી ગંગાપુર)
  • સુમારિયા સેતુ ભાબર (ઉ.50), (રહે.નાની બડવાની)
  • દશરથ જેરામ નિગવાલ (ઉ.22), (રહે.ઇસડુ વાલપુર )
  • મનુ ભિકલા રાઠવા (ઉ.22), (રહે.નાનરામપુરા, ગુજરાત )
  • સિંતી મનુ (ઉ.21), (રહે. નાનરામપુરા, ગુજરાત)
  • પ્રવિણ રતીલાલ શાહ (ઉ.59), (રહે. સુરત, ગુજરાત)
ઘટનાની જાણ થતાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા
ઘટનાની જાણ થતાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા
ખાનગી બસ ભૂજથી મધ્યપ્રદેશના બડવાની થઇ રહી હતી
ખાનગી બસ ભૂજથી મધ્યપ્રદેશના બડવાની થઇ રહી હતી
રેસ્ક્યૂ ઓપરેશન માટે 3 જેસીબી કામે લગાડ્યા હતા
રેસ્ક્યૂ ઓપરેશન માટે 3 જેસીબી કામે લગાડ્યા હતા
અકસ્માતમાં 28 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા
અકસ્માતમાં 28 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા
સ્થાનિકોની મદદથી 39 લોકોને રેસ્ક્યૂ કરાયા હતા
સ્થાનિકોની મદદથી 39 લોકોને રેસ્ક્યૂ કરાયા હતા