સેન્ટ્રલ જેલમાં દોડધામ:રેપ વિથ મર્ડરના ગુનામાં આજીવન કેદ કાપતા કેદીનો જેલમાં ગળેફાંસો

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નંબર 5માં ગાદલાનું રૂ પીંજવાની રૂમમાં છત સાથે સૂતરની આટીથી પગલું ભર્યું
  • છોટાઉદેપુરના યુવક પર વર્ષ 2017માં કેસ થયો હતો

શહેરની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આરોપીએ શનિવારે સાંજે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી નાખતાં દોડધામ મચી હતી. જેલ સત્તાધીશો દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવ અંગે પોલીસ દ્વારા જાણવા મળ્યા મુજબ સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલો છોટાઉદેપુરના 45 વર્ષીય કાંતિ રાઠવા રેપ વિથ મર્ડરના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો.

વર્ષ 2007નો કેસ હતો, કેટલાક વર્ષથી તેને વડોદરા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો તે જાણી શકાયું નથી. શનિવારે સાંજે સેન્ટ્રલ ઝોનના વોર્ડ નંબર 5માં ગાદલાનું રૂ પીંજવાની રૂમમાં છત સાથે સૂતરની આટી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. સમગ્ર ઘટનામાં સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવેલા મૃતકના સ્વજનોએ પણ કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો.

34 વર્ષના એક કેદીએ ખીલી સ્ક્રૂ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો
સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા 34 વર્ષીય કેદીએ ગત 2 તારીખના રોજ પોતાની જાતે ખીલી અને સ્ક્રૂ ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને એસએસજીમાં ખસેડવામા આવ્યાં બાદ તેને માનસિક રોગના વિભાગમાં સારવાર આપવામાં આવી રહી હતી. વધુ સારવારની જરૂર જણાતા તેને માનસિક આરોગ્યનું દવાખાનામાં ખસેડવા માટે કોર્ટની મંજૂરી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્ટની મંજૂરી મળ્યા બાદ તેને વધુ સારવાર માટે કારેલીબાગ ખાતે ખસેડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...