કેદી પરોલ જમ્પ કરી ફરાર:પુત્રીના લગ્ન માટે પેરોલ પર મુક્ત થયેલો કેદી ફરાર

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિકરીના લગ્ન માટે કેદી પિતાએ 6 દિવસના વચગાળાના જામીન મેળવી વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર ન થતા તેના વિરૂધ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સેન્ટ્રલ જેમાં રીયાજહુસેન સરકુમીયાંબીન દહોતમીયાં (રહે-મહુધા,ખેડા) હત્યાના ગુનામાં ડિસેમ્બર 2017 થી આજીવનકેદની સજા ભોગવી રહ્યો છે.

કેદીએ દિકરીના લગ્ન માટે 6 દિવસના વચગાળાના જામીન પર મુક્ત થવા માટે હાઈકોર્ટમાં અરજી કરતા તેની અરજી માન્ય થઈ હતી. જેને 29 મે 2021ના રોજ 6 દિવસ માટે વચગાળાના જામીન પર મુક્ત કરાયો હતો. પરંતું જેલમાં હાજર ન થયો ન હતો. આ ઉપરાંત આણંદ-ભાલેજ રોડ પર રહેતો સલીમ ઉર્ફે વકીલ અબ્દુલગની વોરા હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. તેને 28 દિવસ માટે પેરોલ રજા પર મુક્ત કરાયો હતો. કેદી પરોલ જમ્પ કરી ફરાર થઈ જતાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...