તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં લિંડા સ્કૂલના આચાર્ય પિતરાઈ ભાઇની હત્યા કરનાર આરોપી શિક્ષકે કુવામાં કૂદીને આપઘાત કર્યો છે. આચાર્યની હત્યાના ત્રીજા દિવસે આજે નસવાડીની અશ્વિન નદી પાસે હરીપુરાની સીમના અવાવરું કુવામાંથી મળ્યો છે. પિતરાઈ ભાઇની હત્યા કર્યાં બાદ પોતાની ભૂલની ભાન થતાં લાગી આવતા શિક્ષકે આપઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નસવાડી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
બે દિવસ પહેલા આચાર્યના ઘરમાં ખુની ખેલ ખેલાયો હતો
નસવાડીના રામદેવનગર સોસાયટીમાં 4 ડિસેમ્બરે લિંડા મોડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયાની હત્યાથી ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક પીઠિયાએ તેના જ ગળા, છાતી અને માથાના ભાગે ઘા મારીને તેના પિતરાઈ ભાઇ મેરામણ પીઠિયાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. હુમલાખોર ભરત પીઠિયાએ આચાર્ય, તેમના પત્ની કાજલ અને દોઢ વર્ષની પુત્રી ઝાહલ ઉપર હુમલો કર્યો હતો, જેમાં પત્ની અને દીકરી ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી ભરત પીઠિયા ફરાર થઈ ગયો હતો. અને આજે ત્રીજા દિવસે ભરત પીઠિયાનો મૃતદેહ હરીપુરાની સીમના અવાવરું કુવામાંથી મળ્યો હતો.
શિક્ષકનો મૃતદેહ 100 ફૂટ ઊંડા કુવામાંથી મળ્યો
ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ભરત પીઠિયાનો મૃતદેહ 100 ફૂટ ઊંડા કુવામાંથી બહાર કાઢ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે ભરત પીઠિયાએ આપઘાત કરતા મેરામણ પીઠિયાની હત્યાનું કારણ બહાર આવી શક્યુ નથી. પોલીસે મૃતક મેરામણ પીઠિયાની પત્નીની પણ પૂછપરછ શરૂ કરી છે.
આરોપી શિક્ષકના આગામી 9 ડિસેમ્બરે લગ્ન થવાના હતા
શાળાના આચાર્ય અને હત્યા કરી ફરાર આરોપી બંને પિતરાઈ ભાઈઓ અને તેઓ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેલરા ગામના વતની હતા. આરોપી શિક્ષકના આગામી 9 ડિસેમ્બરે લગ્ન પણ થવાના હતા. જોકે લગ્ન થાય તે પહેલા જ મેરામણ પીઠિયાની હત્યા બાદ ભરત પીઠિયાએ આત્મહત્યા કરી લીધી હતી.
પિતરાઈ ભાઈની હત્યાનું રહસ્ય અકબંધ
હત્યાની ચર્ચા જ ચર્ચામાં બન્ને પિતરાઇ ભાઈઓ હત્યાની રાત્રે જોડે હતા. વહેલી સવારે ખૂની ખેલ ખેલાયો હતો. ત્યારબાદ હવે મારનાર અને મરણજનાર બન્ને પિતરાઈ ભાઈઓ વચ્ચે એવી કઈ બાબત બની હતી કે રાતના 10 કલાક બાદ ખૂની ખેલ ખેલાઈ ગયો. જેનું કારણ આરોપીનો મૃતદેહ મળતા તે રહસ્ય હવે કોણ બહાર લાવશે તે ચર્ચાનો વિષય છે.
પિતાએ હત્યાનું કારણ જાણવા પ્રયાસ કર્યો
લિંડા સ્કૂલના આચાર્યની હત્યા બાદ તેના પિતા નસવાડી આવ્યા હતા. બન્ને શિક્ષકો પિતરાઈ ભાઈ હોય સુખી ઘરના હતા. તો પછી એવું શું બન્યું કે આચાર્યની હત્યા કરી પિતરાઈ ભાઈ ભરત ફરાર થયો. ભરત પીઠિયા જીવતો પકડાયો હોત તો હત્યાનું કારણ જાણી શકાયું હોત. પરતું હવે હત્યાનું કારણ એક રહસ્ય બની રહી ગયું છે.
આપઘાત કયા કારણે કર્યો તે જાણવા પોલીસ કામે લાગી
ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ભરત પીઠિયાનો મૃતદેહ 100 ફૂટ ઊંડા કૂવામાંથી બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે ભરત પીઠિયાએ આપઘાત કરતા મેરામણ પીઠિયાની હત્યાનું કારણ બહાર આવી શક્યું નથી. પોલીસે મૃતક મેરામણ પીઠિયાની પત્નીની પણ પૂછપરછ શરૂ કરી છે.
નસવાડી પોલીસ જૂનાગઢ જિલ્લામાંથી પરત ફરી
આરોપીને શોધવા જૂનાગઢ જિલ્લામાં નસવાડી પોલીસ પહોંચી હતી. પરંતુ હત્યાનો બનાવ બન્યો તેનાથી 700 મીટર દૂર જર્જરિત કૂવામાંથી આરોપીનો મૃતદેહ મળતા પોલીસ પરત આવવા નીકળી હતી.
(અહેવાલઃઈરફાન મેમણ, નસવાડી)
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.