તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વોરિયર્સની જવાબદારીમાં વડોદરા જિલ્લામાં શિક્ષકોએ પણ ખુબ મહત્વપૂર્ણ કામગીરી કરી છે. વડોદરા જિલ્લાની 1064 પ્રાથમિક શાળાઓના ધોરણ 3થી 8ના 91600થી વધુ વિદ્યાર્થીઓ ઘેર બેઠા પરીક્ષાના પ્રશ્નોના જવાબ આપવાની પ્રેક્ટિસ કરી શકે અને એ રીતે તેઓ જે ભણ્યા હતા એ ભણતર તાજું થાય તેવા હેતુસર પરીક્ષા લેવા પાત્ર વિષયોના પ્રશ્નપત્રો પહોંચતા કર્યાં છે. તેની સાથે વાલીઓને તેમના સંતાનો વર્ગખંડની પરીક્ષા જેટલી જ ગંભીરતાથી ઘરમાં જ આ પ્રશ્નપત્રો લખવાનો પ્રયત્ન કરે તેની કાળજી લેવા ખાસ અનુરોધ કર્યો હતો. આમ બંધ શાળાએ શિક્ષણ સાથેનો સેતુ અકબંધ રાખવા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો એ પરીક્ષાને ઘેર ઘેર પહોંચાડવાનો એક નિષ્ઠ પ્રયાસ બળબળતા ઉનાળાની ગરમીમાં કર્યો છે. પહેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા શાળામાં આવતા હવે અમે પરીક્ષાને તેમના ઘેર પહોંચાડી છે.
વિદ્યાર્થીઓને મળેલુ ભણતર તાજુ કરવાનો આશય છેઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
અમારો આશય પરીક્ષા લેવાનો નહીં પણ વિદ્યાર્થીઓ ઘરમાં રહીને પ્રશ્નપત્રના જવાબ લખે, પોતાને કેટલું આવડે છે, એની જાતે કસોટી કરે અને જે-તે ધોરણમાં મળેલું ભણતર તાજુ કરવાનો છે, એવી જાણકારી આપતાં વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, પહેલા અને બીજા ધોરણમાં પરીક્ષા લેવાની નથી. જ્યારે 3થી 8માં ધોરણ સુધી પાત્ર વિષયોની પરીક્ષા લેવામાં આવે છે. આ ધોરણના વિદ્યાર્થીઓને શાળા ચાલુ હતી. ત્યારે વિષયો ભણાવવામાં આવ્યા હતા.
લોકડાઉનમાં શાળાઓ બંધ થતાં સ્ટડી ફ્રોમ હોમના પ્રયોગ હેઠળ ઓનલાઇન શિક્ષણ આપ્યું
વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં શાળાઓ બંધ થતાં સ્ટડી ફ્રોમ હોમના પ્રયોગ હેઠળ ઓનલાઇન શિક્ષણ આપી કોર્સ પૂરો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અને હવે પરીક્ષાનો મહાવરો થાય એ માટે આ જહેમત ઉઠાવી છે. આપણી શિક્ષણ પદ્ધતિમાં નિચલા ધોરણમાં કરાવવામાં આવેલા શિક્ષણનું અનુસંધાન ઉપલા ધોરણના અભ્યાસક્રમ સાથે સાધવાનું હોય છે. ઘેર બેઠા પરીક્ષા ખંડની ગંભીરતાથી પરીક્ષા ના લઇ શકાય. એટલે આ કવાયત પાછળ પરીક્ષા લેવાનો હેતુ નથી, પણ જેમ દશમાં અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ ઘરે બેસીને પ્રશ્નપત્રો લખીને મહાવરો કરે છે, એવો મહાવરો કરાવવાનો છે.
શિક્ષકોએ તાલુકા, ગ્રુપ અને શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓ સુધી પ્રશ્નપત્રો પહોંચાડી મોટું કામ કર્યું
તેમણે જણાવ્યું હતું કે, 3થી 8 ધોરણના વિષયોના નિર્ધારિત પ્રશ્નપત્રો જિલ્લામાંથી તાલુકા કક્ષાએ પહેલી મેના રોજ પહોંચતા કરવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓના શિક્ષક મિત્રોએ 3થી 7 મે સુધીમાં ક્રમશઃ તાલુકા, ગ્રુપ અને શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓ સુધી આ પ્રશ્નપત્રો પહોંચાડી ઘણું મોટું કામ કર્યું છે. લોકડાઉન વચ્ચે વિદ્યાર્થીઓના ભણતરની કાળજી લેવાની ગુરૂજનોની આ નિષ્ઠાને તેમણે બિરદાવી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.