કાયમી ધોરણે નિરાકરણ:વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભારણ હળવું કરવા 24 સર્કલો પરથી દબાણો હટાવાશે

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાયી અધ્યક્ષ, પાલિકા-વીજ અધિકારીઓએ મુલાકાત લીધી
 • ​​​​​​​થાંભલા​​​​​​​, ખાડા પૂરવા, નડતર રૂપ ઝાડ દૂર કરવા સૂચના

શહેરમાં ચાર રસ્તા પર ટ્રાફિકનું ભારણ જોવા મળે છે, જેના કાયમી ધોરણે નિરાકરણ માટે કોર્પોરેશને 24 સર્કલ આઇડેન્ટીફાઈ કર્યાં છે. જેના નિરીક્ષણ અર્થે સ્થાયી અધ્યક્ષે સ્થાનિક કોર્પોરેટરોને સાથે રાખી પાલિકાના અધિકારીઓ અને વીજ કંપનીના અધિકારીઓ સાથે વિઝિટ કરી હતી.

જેમાં થાંભલા, ફૂટપાથ, ખાડાનું પુરાણ કરવું, નડતર રૂપ ઝાડ દૂર કરવા સૂચના અપાઈ છે. સ્થાયી અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે, ચાર રસ્તા પર ડાબી તરફ રસ્તો ખુલ્લો હોવો જોઈએ. જેથી રેડ સિગ્નલ હોય તો પણ ડાબી તરફ જવા વાળાં વાહનો જતાં રહે અને ટ્રાફિકનું ભારણ ન સર્જાય.

આ સર્કલો પરથી દબાણો હટાવાશે

 • ગધેડા માર્કેટ ચાર રસ્તા
 • ઉમા ચાર રસ્તા
 • સોમા તળાવ ચાર રસ્તા
 • મહાવીર હોલ સર્કલ
 • કલાદર્શન સર્કલ
 • અડાણિયા પુલ ચાર રસ્તા
 • સંગમ ચાર રસ્તા
 • કારેલીબાગ પાણીની ટાંકી
 • મુક્તાનંદ સર્કલ
 • જીવન ભારતી સર્કલ
 • નાગરવાડા ચાર રસ્તા
 • નવાબજાર ઢીંગલી સર્કલ
 • વીર ભગતસિંહ ચોક
 • એલએન્ડટી સર્કલ
 • ગોલ્ડન બ્રિજ
 • તુલસીધામ ચાર રસ્તા
 • જ્યુપિટર ચાર રસ્તા
 • નોવિનો કટ ત્રણ રસ્તા
 • ટાવર ચાર રસ્તા
 • લાલબાગ બ્રિજ
 • BSNL ત્રણ રસ્તા
 • વડસર બ્રિજ
 • માણેજા ક્રોસિંગ
અન્ય સમાચારો પણ છે...