પાલિકાના આરોગ્ય વિભાગમાં લાંબા સમયથી એક જગ્યા પર ચીટકી રહેલા કર્મીઓની બદલી કરવા મ્યુ. કમિશનરે આદેશ કરતાં આરોગ્ય વિભાગે આળસ ખંખેરી 300થી વધુ કર્મી અને 4 અધિકારીની સાગમટે બદલીના ઓર્ડર કર્યા છે.બીજી તરફ ઉત્તર ઝોનના બાયોલોજિસ્ટે બદલી રોકવા ઉત્તરના 130 કર્મી પાસે પત્ર લખાવી ઓર્ડર પરત ખેંચવા રજૂઆત કરાઇ છે. આરોગ્ય વિભાગમાં કદાચ પ્રથમ વખત અધિકારીની બદલી રોકવા કર્મીએ પત્ર લખ્યો હોવાની ઘટના ચર્ચામાં છે.
5 વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવનારની બદલી કરવા મ્યુ.કમિશનરે આદેશ કર્યા બાદ આરોગ્ય વિભાગે બદલી કરતાં મલ્ટીપલ હેલ્થ વર્કરોએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ 4 બાયોલોજિસ્ટની બદલી થતાં ઉત્તર ઝોનના બાયોલોજિસ્ટની બદલી રોકવા ઉત્તરના તમામ કર્મીઓ વતી લખેલા પત્રમાં જણાવ્યા મુજબ બાયોલોજિસ્ટના હાથ નીચે તૈયાર થયેલા કર્મી આગામી ચોમાસું શરૂ થતાં સારી કામગીરી કરી શકશે. મુખ્ય આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું કે, કોઈને પ્રશ્ન હોય તો રજૂઆત કરી શકે છે, પરંતુ જે તે સ્થળે હાજર થવું પડશે.
નવા સ્ટાફને તૈયાર કરવામાં અધરું પડશે
મેં ચારે ઝોનમાં નોકરી કરી છે. ઉત્તર ઝોનમાંથી મારી બદલી દક્ષિણ ઝોનમાં કરાઈ છે. જેથી ઉત્તર ઝોનના 130 કર્મીએ બદલી અટકાવવા રજૂઆત કરી હતી. સામે ચોમાસું છે અને દક્ષિણ ઝોનમાં નવા કર્મચારીઓને તૈયાર કરવામાં અઘરું પડી શકે છે. જોકે આરોગ્ય વિભાગે હાજર થવાનો આદેશ કરતાં હું નવી જગ્યાએ હાજર થયો છું. - મૃગેશ પરમાર, બાયોલોજિસ્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.