તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કામનાથ મહાદેવ પૈકી કામનાથ મહાદેવથી બાલ ભવન સુધી કુલ 100 સમાધિ અને 70 મંદિરો પર દબાણ થઈ ગયું છે. જેના પર મકાનો પણ બની ગયાં છે. આ તમામ પ્રાચીન ધરોહરનો જિર્ણોદ્ધાર થાય તે જરૂરી છે. જેના માટે નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ પ્રયાસ કરી રહી છે. 37 દિવસથી કામનાથ મહાદેવના ઓવારાની સફાઈ કરતી સમિતિના સભ્યો વિશ્વામિત્રીની સુંદરતામાં વધારો થાય તે માટે સમગ્ર નદીના રૂટ પર 50 હજાર ઝાડ રોપશે.
સમિતિના પ્રશાંત વ્યાસે જણાવ્યું કે, કમાટીબાગ પાસેના કામનાથ મહાદેવ મંદિર અને ઓવારાની સફાઈ સમિતિના સભ્યો 37 દિવસથી કરી રહ્યા છે. જેમાં મંદિરનું રક્ષણ કરતી ગાયકવાડી દીવાલ, અટલ અખાડાના સંતો-મહંતોની 8 સમાધિ, વણઝારા સમાજના 5 દેવલાની પ્રતિમા, એક ઘાટનાં 42 પગથિયાં મળી 8 ઘાટનાં 642 પગથિયાં બહાર કાઢ્યાં છે. 37 દિવસમાં આ સ્થળેથી 70 વર્ષથી પડેલો કચરો 190 ડમ્પરોમાં ભરી બહાર કઢાયો છે.
હજુ 90 ડમ્પર ભરાય તેટલો કચરો બાકી છે. સમિતિના જય જોષીએ જણાવ્યું કે, વિશ્વામિત્રીનું જળ પવિત્ર કરવા ફેબ્રુઆરીના દર રવિવારે ગાયત્રી પરિવારના સભ્યો સાથે 108 કુંડી યજ્ઞ યોજાય છે. બનારસની ગંગાની જેમ કામનાથ મહાદેવ ખાતે વિશ્વામિત્રી પૂર્વમાં વહે છે. ઓવારા સાફ થવાથી અહીંયાં અગાઉ થતી મરણોપરાંત વિધિ ફરી શરૂ થઈ છે. અમાસે જ 50 થી 60 વિધિ થઈ હતી.
કોર્પોરેશન સ્થળની સારસંભાળ રાખે તે જરૂરી
નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિની ટીમે ઓવારા તેમજ સમાધિને બહાર કાઢી તેનું રિનોવેશન કર્યું છે. જેથી આ સ્થળની સુંદરતામાં વધારો થયો છે. હવે આ સ્થળની સંભાળની જવાબદારી કોર્પોરેશનની છે. કોર્પોરેશન કેટલી કાળજી રાખે છે તે જોવાનું રહ્યું. > નિરજ જૈન, નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ
MSUના વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ માટે પહોંચ્યા
કામનાથ મહાદેવના ઓવારાની સફાઈ થતાં અનેક પ્રાચીન સમાધિ, કોતરણી, બાંધકામ તેમજ પગથિયાં નીકળ્યાં હતાં. પ્રાચીન બાંધકામ અને કોતરણીની માપણી સહિતના પ્રોજેક્ટ માટે મ.સ.યુનિ.ના આર્કિટેક્ટ તેમજ આર્ટસના વિદ્યાર્થીઓ કામનાથ મહાદેવ ખાતે પહોંચી રહ્યા છે.
સોશિયલ મીડિયા પરની મૂવમેન્ટમાં NRI જોડાયા
માય વિશ્વામિત્રી, માય વડોદરા... નામથી સોશિયલ મીડિયામાં મૂવમેન્ટ શરૂ કરાઈ છે. જેમાં લોકો કામનાથ મહાદેવના ઓવારા અને વિશ્વામિત્રીને સાફ કરવા જોડાય તેવી અપીલ કરાઈ છે. આ મૂવમેન્ટ વિદેશમાં રહેતા બરોડિયન સુધી પહોંચતાં તેઓ પણ જોડાયા છે.
વણઝારા સમાજના 5 દેવલાની પ્રતિમા નીકળી
શહેરના કમાટીબાગ પાછળ આવેલા કામનાથ મહાદેવ મંદિર ખાતે ચાલી રહેલી ઓવારાની સફાઈ અને રિસ્ટોરેશન દરમિયાન નવાં પગથિયાની સાથે સાથે વર્ષો પહેલાંના વણઝારા કોમના પાંચ દેવની પ્રતિમા અને મંદિર પરની કોતરણી મળી આવી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.