ગૌરવ:મૂળ વડોદરાના લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્રીને રાષ્ટ્રપતિ પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરશે

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્રી. - Divya Bhaskar
લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્રી.
  • આજે રાષ્ટ્રપતિ ભવનમાં મેડલ અપાશે, 70 વર્ષમાં લે.જનરલનો રેન્ક મેળવનારા ત્રીજા ગુજરાતી

મૂળ વડોદરાના લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીને સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરશે. અસિત મિસ્ત્રી લેફ્ટનન્ટ જનરલના હોદ્દા પર પહોંચનારા ત્રીજા ગુજરાતના આર્મી ઓફિસર બન્યા છે.

લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીનો જન્મ 25 ઓક્ટોબર, 1961ના રોજ વડોદરામાં થયો હતો. તેમણે એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ 1972માં બાલાછડી સૈનિક સ્કૂલમાં જોડાયા હતા. 1978માં એનડીએ, ખડકવાસલા માટે તેમની પસંદગી કરાઈ હતી. 1982માં 12 મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીમાં નિયુક્ત કરાયા હતા. 12 મરાઠા એલઆઈમાં નિમણૂક મેળવનારા તે પ્રથમ અધિકારી હતા, પાછળથી જેની તેમણે કમાન સંભાળી હતી. તેઓ 31 ઓક્ટોબર, 2021ના રોજ નિવૃત્ત થયા હતા. છેલ્લે તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમી, ખડકવાસલાના કમાન્ડન્ટ તરીકે કાર્યરત હતા. જ્યાં 2 હજાર કેડેટ્સની તાલીમની દેખરેખ રાખી હતી. લે.જનરલ મિસ્ત્રી અગાઉ લેફ્ટનન્ટ જનરલના પદ સુધી પહોંચનારા અન્ય બે ગુજરાતી અધિકારીમાં જ. રાજેન્દ્રસિંહજી જાડેજા, સેનાના પૂર્વ કમાન્ડર ઇન ચીફ અને લેફ્ટનન્ટ જનરલ મહિપતસિંહજીનો સમાવેશ થાય છે. નિવૃત્તિ બાદ તેઓ હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગરમાં સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી, ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝના ડાયરેક્ટર તરીકે જોડાયા છે અને તેઓ અમદાવાદમાં સ્થાયી થશે.

જમ્મુ-કાશ્મીરમાં પડકારજનક કામગીરીને પાર પાડી હતી
જનરલ મિસ્ત્રીએ દ્રાસ અને સિયાચીનથી માંડીને આસામ તેમજ જમ્મુ-કાશ્મીરમાં બળવાખોરી અને આતંક વિરોધી કાર્યવાહી સુધીની પડકારજનક કામગીરી પાર પાડી છે. તેઓ 1996-97માં લાઇબેરિયામાં સંયુક્ત રાષ્ટ્રના લશ્કરી નિરીક્ષક અને 2012-14માં દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનના ડેપ્યુટી ફોર્સ કમાન્ડર હતા. લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીએ મીરા મિસ્ત્રી સાથે લગ્ન કર્યા છે. તેમના એકમાત્ર પુત્ર મેજર શ્રેય મિસ્ત્રી પણ સેનાના એ જ યુનિટમાં જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...