આયોજન:‘માટી બચાવો’ અભિયાન છાત્રોને પ્રેઝન્ટેશન બતાવાયું

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ પૃથ્વી દિન નિમિત્તે ઈશા ફાઉન્ડેશનનો કાર્યક્રમ
  • MSU, પારુલ યુનિ. હાલોલની ન્યૂ લુક સ્કૂલમાં આયોજન

વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે ઈશા ફાઉન્ડેશન દ્વારા પારૂલ યુનિ., મસ યુનિવર્સિટી અને હાલોલની ન્યૂ લુક શાળા ખાતે સદ્‍ગુરુ દ્વારા શરૂ કરાયેલ ‘માટી બચાવો’ ચળવળના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો. પારુલ યુનિ.માં માટીના વિવિધ પ્રકારો તથા તેમાં રહેલા જીવન વિશે પ્રેઝન્ટેશન અપાયું હતું. જેમાં 350થી પણ વધુ વિદ્યાર્થી જોડાયા હતા.

તેમજ ડૉ. રુચિ શ્રીવાસ્તવે માટી અંગેની વિશેષ જાણકારી આપી હતી. જ્યારે મ.સ. યુનિ. ખાતે સાયન્સ ફેકલ્ટીમાં પ્રો. હરી કટારિયા, પ્રો. પી. પદ્મજા સુધાકર દ્વારા “માટી બચાવો” અંગે જાગૃતિ સત્ર યોજાયું હતું. હાલોલની ન્યૂ લૂક સ્કૂલના 200 વિદ્યાર્થીએ પણ “માટી બચાવો’ અભિયાન માટે જગ્યાએ રેલી દ્વારા જાગરૂકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓએ માટી બચાઓ ગીત પર ડાન્સ કર્યો હતો અને પોસ્ટર બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...