રજૂઆત:ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના 3100 કર્મીઓની બદલીના પ્રશ્ને રજૂઆત

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળ દ્વારા વન ટાઈમ ઈન્ટર કંપની મ્યુચ્યુઅલ ટ્રાન્સફર અંતર્ગત 3100 જેટલા કર્મચારીઓ જે છેલ્લા 14 વર્ષોથી વતનથી દૂર છે તેઓની બદલીનો પ્રશ્ન ઝડપથી ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

ગુજરાત વિધુત ટેકનીકલ કર્મચારી મંડળના સેક્રેટરી જનરલ રાજેન્દ્ર ખત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2005માં જીઈબીનું કંપનીકરણ થવાથી વીજ વિતરણ કંપનીથી અન્ય વીજ કંપનીમાં કાયમી બદલી બંધ કરાઇ હતી. પરંતુ જેટકો અને GSECLને આખા ગુજરાતમાં બદલી મળે છે. જેથી 2005થી ગુજરાત ઉર્જા નિગમ માન્ય યુનિયન પ્રતિનિધીઓ દ્વારા રજૂઆત કરાતા વન ટાઈમ ઈન્ટર કંપની મ્યુ.ટ્રાન્સફર પોલિસીને 2017માં મંજૂરી અપાઇ હતી. આને કારણે કંપનીકરણ પછી મોટી બદલીઓ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...