વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ:ચૂંટણીની તૈયારી! કાર્યાલય માટે પરાક્રમસિંહ 63 લાખ આપશે

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપુરાઇ ચોકડી પાસે જિલ્લા ભાજપનું કાર્યાલય બનાવાશે

વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે તેવામાં ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક નેતા પણ તૈયારીમાં લાગ્યા છે. વડોદરા જિલ્લામાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જિલ્લાના પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ જિલ્લા કાર્યાલય બનાવવા 63 લાખ આપવાની જાહેરાત કરી હતી.

દેશ, રાજ્ય અને વડોદરામાં શાસન ધરાવતી ભાજપ પાર્ટી કાર્યાલય માટે ધૂમ ખર્ચો કરી રહ્યો છે. જિલ્લામાં નવું કાર્યાલય બનાવવા કવાયત શરૂ કરાઇ છે. સૂત્રો મુજબ કપુરાઇમાં ભાજપના જિલ્લા કાર્યાલયનું નિર્માણ થવાનું છે.

જેને પગલે જિલ્લાના પ્રભારી અને શહેરના વોર્ડ 3ના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની મુલાકાત દરમિયાન કાર્યાલય માટે 63 લાખ આપવા જાહેરાત કરી હતી. તેમના સિવાય પણ અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ એક પછી એક ફંડ આપવાની જાહેરાતો કરી છે. વિધાનસભાની ચૂંટણી લડવા ઈચ્છુક હોદ્દેદારોએ તૈયારીઓ શરૂ કરી છે. તેવામાં પાર્ટી કાર્યાલય માટે આપવામાં આવતું ફંડ એ પણ ટિકિટ મેળવવા માટેની એક સ્ટ્રેટેજી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...