તૈયારીઓ:વડાપ્રધાનના કાર્યક્રમ માટે તૈયારીઓનો ધમધમાટ, લેપ્રેસી મેદાનમાં સફાઈ શરૂ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન મોદીની સમિટને પગલે લેપ્રેસી મેદાન પર સફાઈ શરૂ કરાઈ. - Divya Bhaskar
વડાપ્રધાન મોદીની સમિટને પગલે લેપ્રેસી મેદાન પર સફાઈ શરૂ કરાઈ.
  • પીએમ મોદી 30મીએ 5 હજારથી વધુ ઉદ્યોગકારો સાથે ચર્ચા-વિચારણા કરશે

નવું વર્ષ વડોદરા માટે શુભ સંકેતો લઈને આવ્યું છે. ચૂંટણી પૂર્વે 30મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં ઉદ્યોગ જગતના અગ્રણીઓને મળવાના છે અને વડોદરામાં વધુમાં વધુ રોકાણ થાય તે માટે ચર્ચા કરવામાં આવશે. જેના પગલે લેપ્રેસી મેદાન ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ચૂંટણી પૂર્વે વડાપ્રધાન, ગૃહમંત્રી અને કેબિનેટ મંત્રીઓની રાજ્યમાં અવર-જવર વધી છે. આમ આદમી પાર્ટીના રાજ્યમાં વધતા પ્રભાવને પગલે ભાજપે દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે. રવિવારે ગૃહ મંત્રી અમિત શાહ મધ્ય ઝોનના હોદ્દેદારોને મળ્યા હતા અને ચૂંટણીલક્ષી ચર્ચા-વિચારણા કરી હતી.

બીજી તરફ 30મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવનાર છે. સૂત્રો મુજબ વડાપ્રધાન 5 હજારથી વધુ ઉદ્યોગકારો સાથે ચર્ચા-વિચારણા કરશે. લેપ્રેસી મેદાન ખાતે આ માટેની ખાસ વ્યવસ્થા કરાઈ રહી છે. વડાપ્રધાનની મુલાકાત ટાણે વડોદરામાં ઉદ્યોગોનું રોકાણ વધે તેવી ભરપૂર સક્રિયતા સેવાઈ રહી છે. આ સમિટના પગલે તંત્ર દ્વારા તૈયારી શરૂ કરાઈ છે. વડોદરામાં થનારા 50 હજાર કરોડના રોકાણ બાદ વડાપ્રધાન 30મીએ વધુ પ્રોજેક્ટ જાહેર કરે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...