ટ્રેન શરૂ:પહેલી જૂનથી શરૂ થનાર ટ્રેન માટે સ્ટેશન પર તૈયારી શરૂ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલ્વે સ્ટેશન પર બેઠક વ્યવસ્થા ફરી ગોઠવાઇ રહી છે. - Divya Bhaskar
રેલ્વે સ્ટેશન પર બેઠક વ્યવસ્થા ફરી ગોઠવાઇ રહી છે.

રેલવે સ્ટેશન ખાતે 1 જૂનથી આવનારી પેસેન્જર ટ્રેન માટે તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. પ્લેટફોર્મ નંબર એક પર મૂકેલા બાંકડા 6 નંબરના પ્લેટફોર્મ પર ગોઠવવામાં આવ્યા હતા. આ સાથે પ્લેટફોર્મ નંબર 6ની સફાઈ પણ હાથ ધરવામાં આવી હતી. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૬ ઉપર આવેલી ટિકિટ વિન્ડો થી ટિકિટનું રિફંડ અને 1 જૂનથી ઉપાડ નારી ટ્રેનનું બુકિંગ થાય છે.

ત્યારે હાલમાં અગાઉ જેટલી લાઇન નહી પડતી હોવાથી આરપીએફ દ્વારા પણ બંદોબસ્ત ઓછો કરાયો છે જેના પગલે સોશિયલ ડિસ્ટન્સ સચવાતું નથી ટીકીટ બુક કરાવવા આવનાર પરપ્રાંતિયો ટોળા બંધી કરે છે તેમજ રિક્ષાવાળા પણ અડિંગો જમાવી બેઠા હોય છે.

અન્ય સમાચારો પણ છે...