18મીએ પીએમની સભા માટે લેપ્રેસી મેદાન પરવોટરપ્રૂફ જર્મન ડોમ બનાવવા જુદી જુદી એજન્સીને કામ સોંપાયું છે. જેમાં યુપી, રાજસ્થાન, હૈદરાબાદ, રાંચી, દિલ્હીથી મજૂરોને બોલાવાયા છે. છેલ્લા 3 દિવસમાં 1.20 લાખ લિટર પાણી છાંટવામાં આવ્યું, આખા દિવસમાં 4 ટેન્કર ભરીને પાણીનો છંટકાવ કરાય છે.1 ટેન્કરમાં 10 હજાર લિટર પાણી હોય છે.
ડોમ પર SRF મટિરિયલ પાથરવામાં આવે છે. જે ફાયર અને રેઇન રેઝિસ્ટ હોય છે, જે તમામ 7 ડોમ પર લાગશે. ડોમ ઊભા કરવા માટે 19 ક્રેઇનની મદદ લેવાઈ છે
પવનમાં ઝિંક ઝીલે તે માટે 3 ફૂટના 4 ખીલા સ્પોર્ટ પીલરમાં મરાય છે.
બે ડોમ વચ્ચે વરસાદી કાંસ બનાવશે. જે 500 મીટર લાંબી હશે. પાણીના નિકાલ માટે પાઇપ નાખવામાં આવશે. જો વરસાદ પડે તો પાણી કાંસ મારફતે બહાર નીકળી જશે.
500 મીટર સુધી લાંબા એક ડોમમાં 220 સપોર્ટ પિલર હશે. પરંતુ એક પણ કોલમ નહિ હોય. વાવાઝોડા- વરસાદની સ્થિતિમાં પિલરની જમીન સાથે પકડ રહે એટલે બેઇઝ મજબૂત કરાય છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.