હરિધામનો વિવાદ સાત સમંદર પાર પહોંચ્યો:ન્યૂજર્સી સ્થિત મંદિરમાં પ્રેમસ્વરૂપ સ્વામીને પ્રવેશવા ન દેવાતાં રોડ ઉપરથી દંડવત કર્યા

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ન્યૂજર્સી સ્થિત મુખ્ય મંદિરમાં પ્રવેશ ન આપતાં પ્રેમ સ્વામીએ રોડ પરથી ભગવાનને દંડવત કર્યા હતા. - Divya Bhaskar
ન્યૂજર્સી સ્થિત મુખ્ય મંદિરમાં પ્રવેશ ન આપતાં પ્રેમ સ્વામીએ રોડ પરથી ભગવાનને દંડવત કર્યા હતા.
  • સંતોને રોકવા બાઉન્સર્સ રોક્યા હતા : પ્રેમ સ્વામી જૂથ
  • બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીએ પ્રતિષ્ઠિત કરેલા ઠાકોરજીને પણ મંદિરમાં પ્રવેશવા ન દેવાયાનો આક્ષેપ

સોખડાનો વિવાદ 7 દરિયા પાર અમેરિકા પહોંચ્યો છે. અમેરિકા ન્યૂજર્સી સ્થિત હરિધામના મુખ્ય મંદિરમાં હરિભક્તો સાથે દર્શને પહોંચેલા પ્રેમસ્વરૂપ સ્વામીને મંદિરમાં પ્રવેશ આપવાની ચોક્કસ જૂથના લોકો દ્વારા ના પડાઈ હતી. આખરે પ્રેમસ્વરૂપ સ્વામીએ મંદિરની સામે રોડ પરથી ભગવાનને દંડવત કર્યા હતા.

સામા પક્ષના લોકો દ્વારા તેમને મંદિરમાં પ્રવેશવાની ના પાડી
​​​​​​​
પ્રેમ સ્વામીના હરિભક્તોનો આક્ષેપ છે કે, સોખડામાં બાઉન્સર્સ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરનારાં જૂથે સંતો-ભક્તોને દર્શન કરતા અટકાવવા અમેરિકામાં બાઉન્સર્સ રોક્યા હતા. પ્રેમસ્વરૂપ સ્વામી સંસ્થાના મુખ્ય મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. જોકે સામા પક્ષના લોકો દ્વારા તેમને મંદિરમાં પ્રવેશવાની ના પાડી હતી. બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી દ્વારા પ્રતિષ્ઠિત ઠાકોરજી હંમેશાં પ્રેમસ્વરૂપ સ્વામીજી સાથે હોય છે. સંતોની સાથે ઠાકોરજીને પણ મંદિરમાં પ્રવેશ અપાયો ન હતો.

પ્રેમ સ્વામી જૂથનો મંદિર ઉપર કબજાનો પ્રયાસ : પ્રબોધમ જૂથ
પ્રેમ સ્વામી જૂથ ન્યૂજર્સી યોગી ડિવાઈન સોસાયટીના મુખ્ય મંદિર પર કબજો જમાવવા પ્રયાસ કરાતો હોવાનો આક્ષેપ પ્રબોધ જૂથના ભક્તોએ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, ગુરુ પૂર્ણિમાએ પ્રબોધ સ્વામીના હરિભક્તોએ એડિશનમાં કાર્યક્રમ રાખ્યો હતો. સામા પક્ષના ભક્તોએ કાર્યક્રમ માટે હોલ આપ્યો નહતો. ન્યૂજર્સી મંદિરની કમિટીના 15માંથી 14 સભ્યો પ્રબોધ જૂથના છે ત્યારે સામા પક્ષને તેમાં કબજો જમાવવો છે. જેથી પ્રેમ સ્વામી જૂથનું સમર્થન કરતા સભ્યોએ ન્યૂજર્સી યોગી ડિવાઈન સોસાયટી વિરુદ્ધ ખોટા આરોપો સાથે અમેરિકાની કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...