લોકોમાં રોષ:પ્રિમોન્સૂન કામગીરી! કેચપીટમાંથી કઢાયેલો કચરો ન ઉપાડતાં વહીને ફરી ગટરમાં ભળ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલિકાના સત્તાધીશોના શહેરમાં 100 ટકા પ્રિમોન્સૂન કામગીરીના દાવા વચ્ચે નાગરવાડા વિસ્તારમાં ભર વરસાદમાં કોન્ટ્રાક્ટરના મજૂર દ્વારા વરસાદી કાંસમાંથી કચરો કાઢવાની કામગીરી કરતા સ્થાનિક લોકોમાં નારાજગી વ્યાપી હતી. કેચપીટમાંથી કચરો કઢાયા બાદ ઢગલો કરી દીધો હતો પરંતુ તેને ત્યાંથી ન ઉપાડતા કચરો પાછો ગટરમાં વહીને જતો રહ્યો હતો.

નાગરવાડા માળી મહોલ્લામાં સોમવારે બપોરે વરસાદી ગટરની કેચપિટ ખોલી મજૂરો દ્વારા પાવડા વડે સાફસફાઈ કરવામાં આવી હતી. કાંસમાંથી કચરો કાઢીને નજીકમાં ઠાલવ્યા બાદ તેને ઉપાડ્યો નહતો. જેથી વરસાદમાં કચરો ફરીથી કાંસમાં જ જતો રહ્યો હતો. આ વિડિયો ઉતારનાર કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર જાગૃતિ રાણાએ જણાવ્યું હતું કે આ કામગીરી વરસાદ પહેલા કરવાની હોય છે. પરંતુ હાલમાં થતા લોકોમાં પણ નારાજગી છે.

અન્ય સમાચારો પણ છે...