પૂર્વ તૈયારી:MSUમાં નેક પૂર્વે નેટ પ્રેક્ટિસ, 3 ગ્રૂપ બનાવીને ફેકલ્ટીઓમાં ઇન્સ્પેક્શન

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ડોક્યૂમેન્ટેશન-સુવિધાઓનું ચેકિંગ શરૂ કરાયું

એમએસ યુનિવર્સિટીમાં આગામી સમયમાં નેકની ટીમ આવી રહી છે. ત્યારે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા 9થી 12 મે દરમિયાન 4 દિવસ માટે ઇન્ટરનલ ઇન્સ્પેક્શનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત યુનિવર્સિટીની જ વિવિધ ફેકલ્ટીના પ્રાધ્યપકોના ગ્રૂપ બનાવવામાં આવ્યાં હતા અને તેમણે અન્ય ફેકલ્ટીમાં જઇને ઇન્ટરનલ ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું.

આ ઇન્સપેકશન દરમિયાન વિવિધ ફેકલ્ટીઓમાં સાફસફાઇની અને ડોક્યુમેન્ટેશન અધૂરા કે અપૂરતા હોવાની બાબતો ખૂલી હતી. જેના કારણે ફેકલ્ટીઓએ પોતાના આ પાસામાં ફેરફાર કર્યા હતા. આ ઉપરાંત સાયન્સ અને ટેક્નોલોજી સહિતની લેબની સુવિધા ધરાવતી ફેકલ્ટીઓમાં લેબમાં સાધનો પણ યોગ્ય ક્રમમાં ગોઠવવા માટેની વિશેષ સૂચના અપાઇ હતી.

આ ઇન્સ્પેક્શનમાં તમામ ફેકલ્ટીઓમાં ઇન્સ્પેક્શન માટે ત્રણ ગ્રૂપ તૈયાર કરવામાં આવ્યાં હતા. બે ગ્રૂપમાં 5-5 ફેકલ્ટીઓ અને એકમાં 6 ફેકલ્ટી -કોલેજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વિશે ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન પ્રો. હરિ કટારિયાએ જણાવ્યું કે, નેકની ટીમ આવે તે અગાઉ આ રીતે ઇન્ટરનેનલ ઇન્સ્પેક્શનનો પ્રયાસ 2017માં નેકની કમિટી આવી ત્યારે પણ કર્યો હતો, જેના લીધે જરૂરી આંતરિક ફેરફારો કરવાના સૂચનો મળી ગયા હતા અને તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. જેના પરિણામે નેકના સભ્યોના ઇન્સ્પેક્શન બાદ એ ગ્રેડ એનાયત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...