• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Prashant's Audio Clip Goes Viral, Threatening The Young Man With Insults, 'Now I Will Show You Who I Am', The Young Man Said: 'You Are Nityananda's Category'

વડોદરાના પાખંડીનાં કરતૂતો:પ્રશાંતની ઓડિયો-ક્લિપ વાઇરલ, યુવકને અપશબ્દો બોલીને ધમકી આપી, 'હવે તને બતાવીશ કે હું કોણ છું', યુવકે કહ્યું: 'તું તો નિત્યાનંદની કેટેગરીનો છે'

વડોદરાએક વર્ષ પહેલા
આરોપી પ્રશાંત ઉપાધ્યાયની ફાઇલ તસવીર. - Divya Bhaskar
આરોપી પ્રશાંત ઉપાધ્યાયની ફાઇલ તસવીર.
  • આરોપી પ્રશાંત ઉપાધ્યાય હાલ 2 દિવસના પોલીસ રિમાન્ડ પર છે, આજે રિમાન્ડ પૂર્ણ થતાં સાંજે કોર્ટમાં રજૂ કરાશે
  • પ્રશાંતના દયાનંદ પાર્કના આશ્રમમાં સેવા કરતી કિશોરીએ પ્રશાંત પર 12 વખત દુષ્કર્મ કર્યાના આરોપ સાથે ફરિયાદ કરી હતી

વડોદરાની કિશોરી દુષ્કર્મ કેસના આરોપી પાખંડી પ્રશાંત ઉપાધ્યાયનાં કરતૂતોનો વિડિયો વાઇરલ થયા બાદ હવે તેની ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ છે. આ ઓડિયો-ક્લિપમાં પ્રશાંત ઉપાધ્યાય ફોન કરનાર યુવકને અપશબ્દો બોલે છે અને ધમકીઓ આપે છે. સામે ફોન કરનાર યુવક પ્રશાંત ઉપાધ્યાયને ગુરુ માનવાનો ઇન્કાર કરી દે છે અને કહે છે, તારાથી થાય એ કરી લેજે.

પ્રશાંત અને ફોન કરનાર યુવક વચ્ચેની વાતચીત...
ફોન કરનાર યુવકઃ
બોલો, હું સ્મશાનમાં હતો, બોલો હવે શું કહો છે?
પ્રશાંત ઉપાધ્યાયઃ શું હતું, તારે શેલૈશભાઈને ફોન કરવો પડ્યો

ફોન કરનાર યુવકઃ હા, તો કરવો જ પડે ને ,અમે રમેશભાઇને કહ્યું.
પ્રશાંત ઉપાધ્યાયઃ મારી સામે વાત કર.

ફોન કરનાર યુવકઃ તમારી સામે કહું છું, અમે સરકારી ગવાહ બની જવાના છીએ અને અમારે એની જોડે કોઇ દુશ્મની નથી અને તમારા કહેવાથી અમે તેને માર્યો.
પ્રશાંત ઉપાધ્યાયઃ તું તો ગમે તે બોલે, તારે દુશ્મની શું હતી અને શું નહીં એ કોર્ટ પ્રુવ કરશે.

ફોન કરનાર યુવકઃ હા, હા, કશો વાંધો નહીં,
પ્રશાંત ઉપાધ્યાયઃ હા કશો વાંધો નહીં બેટા, અત્યારે તું જે રમણે ચડ્યો છે ને, લોકોને ફોન કરી કરીને ઊકસાવે છે ને, લોકોને તૈયાર કરે છે ને.

ફોન કરનાર યુવકઃ કોને ફોન કર્યો મેં?
પ્રશાંત ઉપાધ્યાયઃ બધાં પ્રૂફ મારી પાસે છે. જેટલા લોકોને ફોન કર્યા છે ને, પત્રા, સોના, યંત્ર અને ધીરને... બધા મારી પાસે આવી ગયા છે.

ફોન કરનાર યુવકઃ કશો વાંધો નહીં.
પ્રશાંત ઉપાધ્યાયઃ આવવા દે બેટા, તું રમણે ચડ્યો છે ને.

ફોન કરનાર યુવકઃ હા. હા. રમણે ચડ્યો છે.
પ્રશાંત ઉપાધ્યાયઃ બહુ મજા આવશે હવે.

ફોન કરનાર યુવકઃ હા, હા, ચોક્કસ હું મજા લેવા જ તૈયાર છું, તમે સાબિત કરી દીધું તમારા પેટમાં ચોર, દિલમાં ચોર છે, તમે ખોટા છો.
પ્રશાંત ઉપાધ્યાયઃ તું એક નંબરનો ચોર છે (અપશબ્દો બોલે છે).

ફોન કરનાર યુવકઃ ગાળ નહીં બોલવાની, તું મારો બાપ નહીં કે તું મારો ગુરુ નહીં, તારે ગાળ નહીં બોલવાની.
પ્રશાંત ઉપાધ્યાયઃ હવે તને બતાવીશ હું.

ફોન કરનાર યુવકઃ તારાથી થાય એ કરી લેજે ભાઈ.
પ્રશાંત ઉપાધ્યાયઃ હવે તને બતાવીશ કે હું કોણ છું. તારી શરમ રાખી હતી ને,

ફોન કરનાર યુવકઃ તું કોઇની શરમ રાખે તેમ નથી(અપશબ્દો બોલે છે, તું ગરજ મતલબી માણસ છે, તને તો ગુરુ પણ ન કહેવાય, તું નિત્યાનંદની કેટેગરીનો માણસ છે.
પ્રશાંત ઉપાધ્યાયઃ હવે છે ને મને ના કહેતો કે મા મને કોઠીમાંથી કાઢ.

ફોન કરનાર યુવકઃ તમારાથી થાય એ કરી લેજે.

પોલીસે આરોપી પ્રશાંતની રિમાન્ડ દરમિયાન પૂછરપરછ કરી
2013થી 2017ના ગાળામાં પ્રશાંતના દયાનંદ પાર્કના આશ્રમમાં રહીને સેવા કરતી કિશોરી પર 12 વખત દુષ્કર્મ કર્યું હતું. આ કૃત્યમાં તેમની શિષ્યાઓ દિશા જોન, દીક્ષા ઉર્ફે સીમા અને ઉન્નતિ જોષી પણ સામેલ હોવાનો આરોપ કિશોરીએ નોંધાવ્યો હતો. પ્રશાંતે કિશોરીને વિડિયો વાઈરલ કરવાની પણ ધમકી આપી હતી. દરમિયાન પોલીસે દિશા જોનને ઝડપી લઇ તેના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ત્યાર બાદ જેલહવાલે કરવામાં આવી હતી. પોલીસે દુષ્કર્મ અને ઠગાઇના કેસમાં જેલમાં રહેલા પ્રશાંતના પણ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે દરમિયાન પોલીસે તેની પૂછપરછ કરી હતી. આજે 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી પ્રશાંત ઉપાધ્યાયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...