વડોદરા શહેરના પ્રણય ચોકસી મહાત્મા ફૂલેના જીવન આધારિત ફિલ્મનું નિર્માણ કરવા જઇ રહ્યા છે. પ્રતિક ગાંધી અને પત્રલેખા સ્ટારર ‘ફૂલે’ ફિલ્મના પ્રથમ લુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે અનંત નારાયણ મહાદેવન દ્વારા દિગ્દર્શિત મેગા હિન્દી બાયોપિક છે. આ ફિલ્મ ભારતના અનસંગ હિરોઝને સેલિબ્રેટ કરે છે.
પ્રતિક ગાંધી અને પત્રલેખા સામાજિક કાર્યકર અને સુધારક મહાત્મા જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે તથા તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેનું પાત્ર ભજવશે. આ બંને મહાન વિભૂતિઓ તેમની દ્રષ્ટિ અને અભિગમમાં તેમના સમય કરતા ઘણા આગળ હતા. આ હિન્દી ફિચર ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક અનંત નારાયણ મહાદેવન દ્વારા લખવામાં અને દિગ્દર્શિત કરવામાં આવશે અને તેને સમગ્ર વિશ્વમાં રિલીઝ કરવામાં આવશે. મહાત્મા ફુલેની 195મી જન્મજયંતિ પર આજે ‘ફૂલે'નો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. પ્રતિક અને પત્રલેખા બંને મહાત્મા ફુલે અને સાવિત્રીબાઈ ફુલે સાથે અદભૂત સામ્યતા ધરાવતા હોવાથી આ તસવીરે ખૂબ જ ઉત્સુકતા પેદા કરી છે. કાર્યકર્તા-સુધારકે અસ્પૃશ્યતા અને જાતિ પ્રથા વિરુદ્ધ સક્રિયપણે ઝુંબેશ ચલાવી હતી, સત્યશોધક સમાજ (સત્ય શોધકોની સોસાયટી) ની સ્થાપના કરી હતી અને નીચલા વર્ગો માટે સમાન અધિકારોની માંગણી કરી હતી. સાવિત્રીબાઈ અને મહાત્મા ફુલે પણ સ્ત્રી શિક્ષણના પ્રણેતા હતા.
ઉત્સાહિત પ્રતિક ગાંધી કહે છે, “મહાત્મા ફુલેના વારસાને દુનિયા સુધી લઈ જવો એ ખરેખર સન્માનની વાત છે. ‘ફૂલે’ મારી પ્રથમ જીવનચરિત્ર પર આધારિત ફિલ્મ છે અને આ પાત્ર ભજવવામાં પડકારો ઘણા હતા, આ પાત્રને લઈને ઉત્સાહિત પત્રલેખાએ કહ્યું હતું કે, “હું શિલોંગ, મેઘાલયમાં ઉછરી છું, જે માતૃસત્તાક સમાજનું ગૌરવ ધરાવે છે, તેથી લિંગ સમાનતા મારા હૃદયની ખૂબ નજીક છે. સાવિત્રીબાઈએ 1848માં પૂણેમાં કન્યાઓ માટે પ્રથમ સ્વદેશી સંચાલિત શાળા શરૂ કરવા માટે તેમના પતિ સાથે હાથ મિલાવ્યા હતા. મહાત્મા ફુલેએ વિધવા પુનઃલગ્નને પણ પ્રોત્સાહન આપ્યું હતું અને તેઓએ સાથે મળીને ભ્રૂણહત્યા રોકવા માટે એક અનાથાશ્રમની સ્થાપના કરી હતી. આ એક એવી ફિલ્મ છે જે પૂરી થયા પછી લાંબા સમય સુધી મારી સાથે રહેશે." અનંત મહાદેવન કહે છે, પ્રતિક ગાંધી અને પત્રલેખા અભિનિત ‘ફૂલે’ ફિલ્મ 2023 માં રિલીઝ થવાની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.