તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:બંધન બેંક સાથે 11.42 કરોડની ઠગાઈ કરનાર પ્રકાશ દવે ઝડપાયો

વડોદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સયાજીગંજ સ્થિત એક્સેલ ઇલેક્ટ્રિક કંપનીના MDએ લોન ચૂકવી નહોતી : 2 દિવસના રિમાન્ડ

શહેરના સયાજીગંજ વિસ્તારમાં ફોનિક્સ કોમ્પ્લેક્સ સ્થિત એક્સેલ ઈલેક્ટ્રિક પ્રા.લિ. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દંપતીએ બેંકના બનાવટી એનઓસીના આધારે બંધન બેંકમાંથી 7.50 કરોડની લોન મેળવી વ્યાજ સહિત 11.42 કરોડની છેતરપિંડી આચરી હતી. જેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મુખ્ય સૂત્રધાર પ્રકાશ દવેને ઝડપી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

બંધન બેંકના ક્લસ્ટર હેડ મુકીમ અબ્દુલ્લા કાઝીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2016 દરમિયાન સયાજીગંજના ફોનિક્સ કોમ્પ્લેક્સમાં આવેલી એક્સેલ ઈલેક્ટ્રિકના પ્રોપરાઇટર પ્રકાશ પ્રદ્યુમન દવે, તેની પત્ની ઉલ્પા પ્રકાશ દવેએ ઓપી રોડ સ્થિત બંધન બેંકની શાખામાં બિઝનેસ હેતુ સીસી લોનની માગ કરી હતી. બેંક મેનજરે પ્રોજેક્ટ સાઈટ અને પ્લાન્ટ વિઝિટ કરી કાગળો સીસી લોન માટે કોલકતા મોકલ્યા હતા. જ્યાંથી ડોક્યૂમેન્ટ વેરિફિકેશન થયા બાદ પ્રકાશ અને પત્ની ઉલ્પાબેનના નામે 7.50 કરોડની સીસી લોન સેક્શન કરી હતી. ત્યારે પ્રકાશે બેંકના નિયમ અનુસાર તેની બેંક ઓફ બરોડામાં ચાલતી સીસી લોન અને બેંકની એનઓસી 3 માસમાં મેળવી જમા કરાવી હતી અને નાણાં ચેક અને ઓનલાઈન ઉપાડી લીધા હતા.

બેંક દ્વારા સેક્શન કરાયેલા 7.50 કરોડ ઉપાડી લઇ ડિસેમ્બર-2017 સુધી વ્યાજની ભરપાઈ કરી ન હતી. પ્રકાશ અને પત્નીએ લોનનું ક્લોઝર સર્ટિફિકેટ કે એનઓસી ડુપ્લિકેટ બનાવી બેંકને વિશ્વાસમાં લઇ મુદ્દલ 7.50 કરોડ અને વ્યાજ સાથે 11.42 કરોડ ભરપાઈ ન કરી છેતરપિંડી આચરી હતી. પોલીસે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ પ્રદ્યુમન દવે અને પત્ની ઉલ્પા દવે વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. દરમિયાન સયાજીગંજ પોલીસે એમડી પ્રકાશ દવેને ઝડપી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કૌભાંડમાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દા પર તપાસ શરૂ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો