તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Pradipsinh Jadeja Reviews Corona's Condition In Panchmahal District, Visits Covid Hospital To Offer Condolences To Patients' Families

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૃહમંત્રીની મુલાકાત:પ્રદિપસિંહ જાડેજાએ પંચમહાલ જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી, કોવિડ હોસ્પિટલની મુલાકાત લઇને દર્દીઓના પરિવારને સાંત્વના પાઠવી

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે કોરોનાની સ્થિતિ તથા તેની કામગીરી અંગે પંચમહાલ જિલ્લાની કામગીરીની સમીક્ષા કરી - Divya Bhaskar
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે કોરોનાની સ્થિતિ તથા તેની કામગીરી અંગે પંચમહાલ જિલ્લાની કામગીરીની સમીક્ષા કરી
  • પંચમહાલ જિલ્લા વહિવટીતંત્રની કામગીરીને બિરદાવી, વેક્સિનેશન જેટલુ વધશે, સંક્રમણ તેટલુ ઘટશે-મંત્રી પ્રદિપસિંહ જાડેજા
  • ગોધરા ધારાસભ્ય, પંચ. ડેરી, પાવાગઢ ટ્રસ્ટની મદદે ઓક્સિજન પ્લાન્ટ નખાશે
  • સિવિલમાં સિટી સ્કેન મશીન માટે કલેટકર દ્વારા દરખાસ્ત કરવામાં આવશે
  • કોવિડના ઓડિટ બાદ મોતના આંકડા ઉમેરાય છે, સરકાર અાંકડા છુપાવતી નથી
  • જિલ્લા કલેક્ટર અને ટીમની કોરોનાને નાથવાની ઉત્તમ કામગીરીને બિરદાવી

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે કોરોનાની સ્થિતિ તથા તેની કામગીરી અંગે પંચમહાલ જિલ્લાની કામગીરીની સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. મંત્રીએ જિલ્લાના સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, નગરપાલિકાના પ્રમુખ અને પદાધિકારીઓ તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓને અને જિલ્લાના અગ્રણી નાગરિકો, સેવાભાવી સંસ્થાઓના વડાઓ સાથે કોવિડ-19ની કામગીરી અંગે બેઠક યોજી હતી અને ગ્રામ્ય કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ ઓકિસજન, રેમડેસિવિર ઇન્જેકશન, એમ્બ્યુલન્સ, સાફ સફાઇ, સિવિલ તથા સી.એચ.સી., પી.એચ.સી.ના સ્ટાફ, દવાઓ તથા બેડની સગવડ, ઓકિસજન કોવિડ- ૧૯ના નિયમોનું પાલન અને આ સુવિધાઓમાં વધારો કરવા માટે શુ શુ કરવું જોઇએ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ગોધરામાં નર્સિંગ સ્કૂલ ખાતે ઊભા કરાયેલ કોવિડ કેર સેન્ટરની ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા લેવામાં આવેલ મુલાકાતની મિનિટો બાદ જ કોરોનાના દર્દીઓને દવા વગેરે આપવા આવેલા સગાસંબંધીઅો ગેટ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ગોધરામાં નર્સિંગ સ્કૂલ ખાતે ઊભા કરાયેલ કોવિડ કેર સેન્ટરની ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા લેવામાં આવેલ મુલાકાતની મિનિટો બાદ જ કોરોનાના દર્દીઓને દવા વગેરે આપવા આવેલા સગાસંબંધીઅો ગેટ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

પંચમહાલ જિલ્લામાં કોવિડ-૧૯ના દર્દીઓની હાલતની સ્થિતિ, મરણ પામેલા દર્દીઓની ડેડ બોડીની નિકાલની વ્યવસ્થા, જિલ્લામાં સ્મશાન/કબ્રસ્તાનની પરિસ્થિતિની ચર્ચા, આરોગ્ય કેન્દ્રોમાં વેલટ્રેઈન્ડ સ્ટાફ અને ગ્રામ કક્ષામાં રસીકરણ સંપુર્ણ થાય તેની ઉપર ભાર મુકયો હતો.

મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજયમાં સંક્રમણ ઘટે અને સંક્રમિત થયેલાઓને સારવાર ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે ગત તા.૧૫મી માર્ચના રોજ રાજયમાં ૩૧,૦૦૦ જેટલા બેડની ઉપલબ્ધતા હતી તે વધારીને આજે એક લાખથી વધુ અદ્યતન તબીબી સુવિધા સાથેની બેડની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વધુમાં તેમણે ઉમેયું હતું કે, આજે ૧૧૫૦ મેટ્રીક ટન જેટલો ઓકિસજન રાજયની જનતા માટે ઉપલબ્ધ છે અને અંદાજે આજે અંદાજે સાત લાખથી વધુ લોકોને રેમડેસિવિર ઇન્જેકશન વિના મૂલ્યે આપી દર્દીઓને સારવાર કરવામાં સફળ રહયા છીએ.

મંત્રીએ આયુર્વેદીક દવાઓ અને હોમિયોપેથિક દવાઓ ઉપર પણ ભાર મુકી ઘેર ઘેર આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરવા જણાવ્યુ હતું. ગ્રામ્યકક્ષાએ મારૂ ગામ કોરોના મુકત ગામ પર ભાર મુકીને દરેક નાગરિકના આરોગ્યની તપાસણી ઉપર ભાર, જરૂરીયાતવાળા નાગરિકોને અલગ તારવીને તેમને રહેવા જમવાની સુવિધા તથા દવાઓની વ્યવસ્થા કરવા જણાવાયુ હતું.

જિલ્લાના દરેક દવાખાનાઓમાં બેડની પરિસ્થિતિની જાણકારી માટે કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબરની જાણકારી દરેકને મળી રહે તે જોવાનું જણાવ્યુ હતું. સિવિલ હોસ્પિટલમાં તથા અન્ય સ્થળે સીટી સ્કેન મશીનો, રેડિયોલોજીસ્ટ, પ્રાઇવેટ દવાખાનામાં ટ્રીટમેન્ટ અને દવાઓના ભાવોનું નિયંત્રણ કરવા જણાવ્યું હતું. દવાઓના કાળા બજારની તપાસ અને દર્દીઓ ડુપ્લીકેટ દવાઓના કારણે પરેશાન ના થાય તે જોવા કલેક્ટરને અનુરોધ કર્યો હતો.

મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે વેકસીન જેટલુ વધશે તેટલુ જ સંક્રમણ ઘટશે અને મનુષ્યનું જીવન અમૂલ્ય છે. આવશ્યકતા મુજબની બધી જ જરૂરિયાતોનું આયોજન રાજય સરકાર કરી રહી છે. કોઇ પણ જાતનો ડર રાખ્યા વગર કોરોનાને હરાવવાનો છે પરંતુ કોવિડ-૧૯ના નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવાનું છે.

પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે, મારૂ ગામ કોરોના મુકત ગામ અન્વયે ઘેર ઘેર આરોગ્યની તપાસ કરી ગામમાંથી કોરોનાને નાબુદ કરવા સરકારની સાથે ગ્રામજનોનો સાથ સહકાર પણ જરૂરી છે. તેઓશ્રીએ જણાવ્યું છે કે જિલ્લાના આર.ટી.પી.સી.પી. ટેસ્ટની લેબ ચાલુ થઇ ગઇ છે. તેની ક્ષમતા પણ ધીમે ધીમે વધારવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત અરોરાએ જિલ્લામાં કોવિડની પરિસ્થિતિનુ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કર્યુ હતું. મંત્રીએ નર્સીંગ સ્કુલ તથા ગોવિંદ ગામ ખાતે ઉભા કરાયેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇ દર્દીઓ સાથે વાત કરી તેઓને સાંત્વના પાઠવી હતી. આ બેઠકમાં સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્યો સી.કે.રાઉલજી, નિમિષાબેન સુથાર, સુમનબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ કામિનીબેન સોલંકી, રાજેશભાઇ પટેલ, અગ્રણીશ્રીઓ, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા સિવિલ સર્જન સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો