તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PCBની કાર્યવાહી:સાંકરદામાં 20 વર્ષથી પ્રેક્ટિસ કરતો ધો. 12 પાસ નકલી ડોક્ટર ઝડપાયો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PCBએ બાતમીના આધારે કમરુલહસન ખાનને ઝડપી લીધો

નકલી ડોકટરો ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ભૂતકાળમાં 5 નકલી ડોકટર પકડાયા બાદ પીસીબી પોલીસે સાંકરદા ગામમાં છેલ્લા 20 વર્ષથી પ્રેકટીસ કરી રહેલા ધોરણ 12 ભણેલા નકલી ડોકટરને ઝડપી પાડયો હતો.

પીસીબી પીઆઇ જે.જે.પટેલને બાતમી મળી હતી કે સાંકરદામાં યોગી શોપીંગ સેન્ટરમાં ડો.કે.એચ.ખાનનું મખદુમ ક્લિનિક નામનું દવાખાનું આવ્યું છે, જેની પાસે મેડિકલ ડિગ્રી નથી. તપાસ કરતાં કમરુલ હસન અવ્વલ હસન ખાન (પઠાન) (હુસેની પાર્ક, બીસ્મિલ્લા પાર્કની બાજુમાં ગોરવા)નામનો નકલી ડોક્ટર મળ્યો હતો. તપાસમાં તે ધોરણ 12 સુધી ભણેલો હોવાનું અને તેની પાસે ઇન્ડીયન બોર્ડ ઓફ ઓલ્ટરનેટીવ મેડીસીન કલકત્તાની બેચરલ ઓફ મેડીસનલ હર્બેલીયન નામની 1995માં લીધેલી ડીગ્રીનું સર્ટી મળ્યું હતું, જેની આડમાં તે એલોપેથીની પ્રેક્ટિસ કરતો હોવાનું બહાર આવતાં તેની અટકાયત કરી હતી.

તપાસમાં બહાર આવ્યું હતું કે તે 20 વર્ષથી અને આ સ્થળે 5 વર્ષથી દવાખાનું ચલાવતો હતો. તે મખદુમ ક્લિનિક નામથી દવાખાનું ચલાવતો હતો. પોલીસે દવાખાનામાંથી એલોપેથી દવાઓ, ઇંજેકશનોનો જથ્થો પણ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...