તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી ડોક્ટર:ઘરગથ્થુ ઉપચારની ડિગ્રી પર એલોપેથીની પ્રેક્ટિસ કરતો વધુ એક ઝોલાછાપ ઝડપાયો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અવધકિશોર ગુપ્તા - Divya Bhaskar
અવધકિશોર ગુપ્તા
  • રણોલી વિસ્તારમાં છેલ્લાં 8 વર્ષથી આ શખ્સ પ્રેક્ટિસ કરતો હોવાનું સપાટી પર આવ્યું
  • એક્સપાયરી ડેટની સિરપ સહિત દવાઓનો જથ્થો જપ્ત કરીને ઘનિષ્ઠ તપાસ શરૂ કરાઈ

રણોલી વિસ્તારમાં એક્સપાયરી ડેટની સિરપ અને એલોપેથી દવાઓના જથ્થા સાથે 8 વર્ષથી પ્રેક્ટિસ કરી રહેલા વધુ એક ઝોલાછાપ ડોક્ટરને પીસીબી પોલીસે ઝડપી લીધો હતો. બીએ સુધી ભણેલા નકલી ડોક્ટર પાસે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન એટલે કે ઘરગથ્થુ ઉપચારની ડિગ્રી મળી આવી હતી. તેની પાસેથી પ્રિસ્ક્રિપ્શન બુક, દવાઓ અને એક્સપાયરી ડેટની સિરપોનો જથ્થો કબજે કરાયો છે.

રણોલીમાં ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરની દુકાનમાં અવધકિશોર ગુપ્તા નામનો શખ્સ માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાને આવતા દર્દીઓને ચેક કરી દવાઓ આપી એલોપેથી તબીબ તરીકે પ્રેક્ટિસ કરે છે, તેવી બાતમીથી શહેર પીસીબી પીઆઇ જે.જે.પટેલ અને ટીમે દરોડો પાડી અવધકિશોર વિશ્વનાથ ગુપ્તા (રહે. કૈલાશપતિ સોસાયટી, રણોલી) ડોક્ટર તરીકે એલોપેથી દવા દ્વારા પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.

મૂળ બિહારના અવધકિશોર પાસે એલોપેથી ડોક્ટરનું તથા મેડિકલ કાઉન્સિલનું કોઇ સર્ટિફિકેટ મળ્યું ન હતું, જેથી પોલીસે તેની સામે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમો મુજબ ગુનો નોંધ્યો હતો તેની પાસેથી પ્રિસ્ક્રિપ્શન બુક, દવાઓ અને એક્સપાયરી ડેટની સિરપોનો જથ્થો કબજે કરાયો છે. અવધકિશોર બીએ સુધી ભણેલો છે. 2005માં તેને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન, કોલકાતાની ડિગ્રી મળી હતી અને 8 વર્ષથી તે આ ઘરગથ્થુ ઉપચારની ડિગ્રીની આડમાં એલોપેથીની પ્રેક્ટિસ કરી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો.

સાંકરદામાંથી ઝડપાયેલા 12 પાસ ઝોલાછાપ તબીબના સર્ટિફિકેટની પોલીસ ખરાઈ કરશે
સાંકરદામાંથી છેલ્લાં 20 વર્ષથી પ્રેક્ટિસ કરતા 12 પાસ નકલી ડોક્ટરને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી કલકત્તાની તેની ડિગ્રીની ખરાઈ કરવાની તજવીજ હાથ ધરી છે. સાંકરદામાં આવેલા યોગી શોપિંગ સેન્ટરમાં ચાલતા ડો.કે.એચ. ખાનના મખદુમ ક્લિનિક પર બાતમીના આધારે પીસીબીની ટીમે રવિવારે દરોડો પાડ્યો હતો.

જ્યાં તપાસ કરાતાં ગોરવાના હુસેની પાર્કના કમરુલ હસન અવ્વલ હસન ખાન નામનો ઝોલાછાપ ડોક્ટર મળ્યો હતો. તેની પાસે કોઇ મેડિકલ ડિગ્રી મળી ન હતી. તેણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હોવાનું અને તેની પાસે ઇન્ડિયન બોર્ડ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન, કલકત્તાની બેચરલ ઓફ મેડિસિનલ હર્બેલિયન નામની 1995માં લીધેલી ડિગ્રીનું સર્ટિફિકેટ મળ્યું હતું.

ડિગ્રી મુજબ ઘરગથ્થુ ઉપચાર જ કરી શકે
IMAના ગુજરાતના જોઈન્ટ સેક્રેટરી ડો. પરેશ મજમુદાર મુજબ ઑલ્ટરનેટિવ મેડિસિનનો અર્થ જ એ થાય છે કે, એલોપેથી સિવાયનો ઘરગથ્થુ ઉપચાર. આ પ્રકારની ડિગ્રીઓની આડમાં લોકો એલોપેથીની પ્રેક્ટિસ કરતા હોય છે, પરંતુ તે થઈ ના શકે.

અન્ય સમાચારો પણ છે...