તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:સાયન્સ ફેકલ્ટીમાં પ્રેક્ટિકલ શરૂ,2 માર્ચથી FYની પરીક્ષા

વડોદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પરીક્ષાઓ પૂરી થયા પછી ઓફલાઇન કોલેજ શરૂ કરાશે

સાયન્સ ફેકલ્ટીમાં પ્રેક્ટિકલના વર્ગો શરૂ કરી દેવાયા છે. 2 માર્ચથી પ્રથમ વર્ષની પરીક્ષા શરૂ થશે. પરીક્ષા પૂરી થયા પછી ઓફલાઇન કોલેજ શરૂ કરાશે. મ.સ.યુનિ.માં હજુ મોટાભાગની ફેકલ્ટીઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરાયું નથી. સરકાર દ્વારા ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની કવાયત હાથ ધરી છે જેના ભાગ રૂપે યુનિવર્સિટીમાં પણ પ્રથમ તબક્કામાં ટીવાય અને પીજીનું શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે તેને મોળો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવાની પણ જાહેરાત કરાઇ હતી. જોકે મ.સ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પરીક્ષાઓ ચાલુ હોવાથી પ્રથમ વર્ગના કલાસ શરૂ કરાયા નથી.

સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રેકટીલના કલાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં 500 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવી રહ્યા છે. સાયન્સમાં અત્યારે માત્ર પ્રેકટીકલના વર્ગો જ શરૂ કરવામાં આવ્યા છે. ઓફલાઇન અભ્યાસ હજુ શરૂ કરવામાં આવ્યો નથી. 2 માર્ચથી સાયન્સના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવાની છે આ પરીક્ષાઓ એક સપ્તાહમાં પૂરી થઇ ગયા પછી ઓફલાઇન મોડથી શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.

બીજી તરફ કોમર્સ ફેકલ્ટીમાં હજુ ઓફલાઇન શિક્ષણના કોઇ ઠેકાણા નથી. તેવી જ રીતે આર્ટસ ફેકલ્ટીમાં તો રીનોવેશનની કામગીરી ચાલી રહી હોવાના કારણે કલાસ શરૂ થઇ શકે તેમ ના હોવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેથી યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે ઓફલાઇન શિક્ષણ કરતા ઓનલાઇન માધ્યમથી જ વર્ષ પૂરુ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો