તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:12 સાયન્સની પ્રેકટિકલ પરીક્ષા ડભોઇમાં લેવાઇ, શહેરમાં મોકૂફ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાવલી અને પાદરા કેન્દ્રો શહેરમાં આવતા હોવાથી પરીક્ષા ન લેવાઇ
 • 10 એપ્રિલ પછી પરીક્ષાની નવી તારીખો જાહેર કરાશે

ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા ગ્રામ્યમાં પ્રારંભ ડભોઇ કેન્દ્ર પર 80 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણના કારણે પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે ત્યારે જિલ્લાના સાવલી અને પાદરા કન્દ્રો શહેરમાં આવતા હોવાથી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં ના આવી હતી.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા 30મી માર્ચથી લેવાનું નિર્ધારિત કરવામાં આવ્યું હતું. જોકે શહેરી વિસ્તારોમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધતા વડોદરા સહિત 8 મહાનગરોમાં પરીક્ષા મોકુફ રખાઇ હતી. જોકે ગ્રામ્ય વિસ્તારમાં પરીક્ષા લેવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં ડભોઇ કેન્દ્ર પર દયારામ હાઇ સ્કૂલ અને આર.જે.પંડયા હાઇ સ્કૂલમાં બે સેશનમાં ત્રણ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 80 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વડોદરા જિલ્લાના સાવલી અને પાદરાના કેન્દ્રો શહેરમાં લાગતા હોવાથી તે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી ના હતી.

સાવલીના વિદ્યાર્થીઓનું સમા કેન્દ્ર ખાતે તથા પાદરાના વિદ્યાર્થીઓનું અટલાદરા કેન્દ્ર ખાતે પરીક્ષા લેવામાં આવતી હોય છે. બંને ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં પણ કેન્દ્રો વડોદરામાં હોવાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી ના હતી. 10 એપ્રિલ પછી સરકાર ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે ત્યાર પછી પરીક્ષા લેવામાં આવશે. પાદરા અને સાવલી તાલુકાના અંદાજીત 150 થી વધારે વિદ્યાર્થીઓ નોંધાયા છે. શહેરના 5 હજાર કરતાં વધારે વિદ્યાર્થી સાયન્સમાં નોંધાયા છે.આ અંગે વધુ જાગૃતતા આવે તે માટે પ્રયાસ ચાલુ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો