સ્વામીનો આપઘાત:સોખડાના ગુણાતીતસ્વામીએ ગળાફાંસો ખાધો, પ્રબોધસ્વામી જૂથની આશંકા સાચી પડી, વિસેરા રિપોર્ટની જોવાતી રાહ

વડોદરા2 મહિનો પહેલા
  • ગુણાતીતસ્વામીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો

હરીધામ સોખડાના ગુણાતીતસ્વામીનું મોત ફાંસો ખાવાથી નીપજ્યું હોવાનું વડોદરાની સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું. જ્યારે ડીવાયએસપી એસ.કે. વાળાએ જણાવ્યું હતું કે સ્વામીનું મૃત્યુ કુદરતી નથી. તેમણે આત્મહત્યા કરી છે. તેમના મોતનું કારણ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. મોત કેટલા વાગે થયું જેવાં અન્ય કારણો જાણવા માટે વિસેરા સુરત ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. વિસેરા રિપોર્ટ આવ્યા બાદ અન્ય વિગતો બહાર આવશે.

વિસેરા રિપોર્ટ બાદ અન્ય વિગતો બહાર આવશે
જિલ્લા પોલીસવડા રોહન આનંદે જણાવ્યું હતું કે, સોખડાના સ્વામીનું મોત ગળાફાંસો ખાવાથી થયું છે. હાલ પોલીસ તપાસ ટીમ દ્વારા સ્વામીના મોતની ટાઇમ લાઇનની તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત સ્વામીના પરિવાજનોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓની સાથે તેમના સાઢુ રહેતા હતા. તેઓની પણ સ્વામી માનસિક તણાવમાં રહેતાં હતા કે ખુશમા રહેતા હતા. તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત તેમના વિસેરા રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ અન્ય વિગતો બહાર આવી શકે છે.

ગુણાતીતસ્વામીના મૃતદેહને અંતિમવિધિ માટે હરિધામ સોખડાના સ્મશાનગૃહે લઈ જવામાં આવ્યો હતો.
ગુણાતીતસ્વામીના મૃતદેહને અંતિમવિધિ માટે હરિધામ સોખડાના સ્મશાનગૃહે લઈ જવામાં આવ્યો હતો.

પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ મોત પર શંકા વ્યક્ત કરી
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડામાં ફરી એકવાર વિવાદ સામે આવ્યો હતો. ગત રાત્રે સોખડા મંદિરમાં ગુણાતીતસ્વામીનું નિધન થતાં તેમના અંતિમસંસ્કારની કાર્યવાહી મંદિરમાં જ આરંભવામાં આવી હતી, એના પર પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ શંકા વ્યક્ત કરી હતી અને આ મૃત્યુ શંકાસ્પદ હોવાનું જણાવી કલેકટરને આવેદન આપ્યું હતું, સાથે જ એસપીને પણ રજૂઆત કરાઈ હતી, જેને પગલે ગુણાતીતસ્વામીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લવાયો છે. જ્યાં ગુણાતીતસ્વામીના મૃતદેહના સેમ્પલ લઇને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સોખડા સ્વામીનારાયણ મંદિરને સોંપવામાં આવ્યો હતો.

ગુણાતીત સ્વામીના પરિવારની હાજરીમાં કાર્યવાહી કરાઇઃ ડીવાયએસપી
ડીવાયએસપી સુદર્શન વાળાએ જણાવ્યું હતું કે, ગુણાતીત સ્વામીના પરિવારજનો જુનાગઢના વંથલીથી વડોદરા આવી પહોંચ્યા હતા. તેમની હાજરીમાં જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગુણાતીત સ્વામીના પેનલ પોસ્ટમોર્ટમ બાદ પેથોલોજી અને વિસેરા રિપોર્ટ તપાસ માટે સુરત મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ્સ આવ્યા બાદ મૃત્યુનું સાચુ કારણ જાણવા મળશે. તેમણે ઉમેર્યુ હતું કે, ગત રાત્રે ગુણાતીત સ્વામીના રૂમની બાજુમાં રહેતા સ્વામીએ તેમને ઉકાળો પીવા માટે જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, તેમનું નિધન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું
ગુણાતીતસ્વામીના મૃતદેહને હરિધામ સોખડાથી આવેલી એમ્બ્યુલન્સ અને હરિભક્તોને સોંપવામાં આવશે. એમ્બ્યુલન્સ પરત સોખડા જશે અને સંતોની હાજરીમાં અંતિમસંસ્કાર કરવામાં આવશે. સોખડાથી આવેલા હરિભક્તોના જણાવ્યા અનુસાર, ગુણાતીતસ્વામીનું ગઇકાલે મોડી રાતે જ કુદરતી મૃત્યુ થયું હતું, હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની શક્યતા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાબિત થશે કે ગુણાતીતસ્વામીનું મૃત્યુ કયા કારણથી થયું હતું.

સોખડામાં ગુણાતીતસ્વામીના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો.
સોખડામાં ગુણાતીતસ્વામીના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો.

મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં લઈ જવાયો
ગુણાતીતસ્વામીના મૃતદેહને એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં કાયદેસરની કાર્યવાહીના કાગળ કરવામાં આવ્યા હતા. હરિધામ સોખડાથી એક એમ્બ્યુલન્સ દ્વારા ગુણાતીતસ્વામીના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો. આ એમ્બ્યુલન્સ હવે ગુણાતીતસ્વામીના પોસ્ટમોર્ટમ કરેલા મૃતદેહને લઈને જ પરત જશે. આ પહેલાં ગુણાતીતસ્વામીના મૃતદેહને અંતિમવિધિ માટે હરિધામ સોખડાના સ્મશાનગૃહે પણ લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી એને સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

ગુણાતીતસ્વામી (ફાઇલ તસવીર)
ગુણાતીતસ્વામી (ફાઇલ તસવીર)

પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ આશંકા વ્યક્ત કરી
વડોદરા નજીક આવેલા સોખડા સ્વામિનારાયણ મંદિરમાં હરિપ્રસાદસ્વામીના નિધન બાદ સતત વિવાદો સપાટી પર આવી રહ્યા છે. ગત રાત્રે સોખડા મંદિરમાં ગુણાતીતસ્વામીનું નિધન થયું હતું, જેના પર પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ આશંકા વ્યક્ત કરી છે અને ગુણાતીતસ્વામીનું નિધન શંકાસ્પદ પરિસ્થિતિમાં થયું હોવાની જણાવ્યું હતું. તેમનું અચાનક નિધન થયું છે, જે શંકા ઊપજાવે છે. ગુણાતીતસ્વામીના પાર્થિવદેહ પહેલાં પેનલ પીએમ કરવામાં આવે.

હરિભક્તોએ વડોદરા કલેકટર અને એસપીને રજૂઆત કરી હતી.
હરિભક્તોએ વડોદરા કલેકટર અને એસપીને રજૂઆત કરી હતી.

હરિભક્તોએ એસપીને આવેદનપત્ર આપ્યું
આજે હરિભક્ત સંજયભાઈ ચૌહાણ અન્ય હરિભક્તો સાથે વડોદરાની કલેકટર કચેરી આવી પહોંચ્યા હતા અને તેમણે ગુણાતીતસ્વામીના અંતિમસંસ્કાર અટકાવવા વડોદરાના કલેક્ટર અને જિલ્લા એસપીને આવેદનપત્ર આપ્યું છે. સંજયભાઈએ જણાવ્યું હતું કે ગુણાતીતસ્વામી સ્વસ્થ હતા અને તેમનું અચાનક નિધન થયું છે, જે શંકા ઊપજાવે છે. ગુણાતીતસ્વામીના પાર્થિવદેહ પહેલાં પેનલ પીએમ કરવામાં આવે અને ત્યાર બાદ જ અંતિમસંસ્કાર કરવામાં આવે એવી તેમની માગણી છે, જેથી ગુણાતીતસ્વામીના મૃત્યુ અંગે કોઈ શંકા ન રહે.

હરિભક્ત સંજયભાઈ ચૌહાણ.
હરિભક્ત સંજયભાઈ ચૌહાણ.

ગુણાતીતસ્વામી પ્રબોધસ્વામીને મળવા માગતા હતા
તેમણે ઉમેર્યું હતું કે અમને જાણવા મળ્યું છે કે ગુણાતીતસ્વામી પ્રબોધસ્વામીને મળવા માગતા હતા, પરંતુ તેઓ મળી શક્યા નહિ. ગુણાતીતસ્વામીના આકસ્મિક અવસાન અંગે જિલ્લા એસપીએ સોખડા મંદિર ખાતે પોલીસને મોકલી અને અંતિમસંસ્કાર અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ ગુણાતીતસ્વામીના મૃત્યુને શંકાસ્પદ ગણાવ્યું હતું.
પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ ગુણાતીતસ્વામીના મૃત્યુને શંકાસ્પદ ગણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...