તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:પોલીસની બેદરકારીથી પ્રભુ સોલંકી ફરાર થયો

વડોદરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તપાસમાં નાસિક પોલીસની લાપરવાહી જણાઈ
 • લઘુશંકા કરવાના બહાને ચકમો આપી ભાગ્યો

મહારાષ્ટ્રના નાસીકના ઇંગતપુરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 30 લાખના નકલી સોના પધરાવવાના કેસમાં ઇંગતપુરી પોલીસના હાથે પકડાયેલો શહેરનો પ્રભુ સોલંકી કરજણ પાસેની સહયોગ ઇ્ન હોટલ પાસે મહારાષ્ટ્ર પોલીસના જાપ્તામાંથી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. મામલાની તપાસ કરી રહેલી પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે ઇંગતપુરી પોલીસની બેદરકારીથી જ પ્રભુ સોલંકી ફરાર થઇ ગયો હતો.

ઇંગતપુરી પોલીસમાં રમેશ તથા સીમા ઉર્ફે ગીતા સામે 30 લાખની નકલી સોનું પધરાવી દઇ ઠગાઇ કરવાનો ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે ત્યારબાદ ઇંગતપુરી પોલીસે અલીબાગ જેલમાંથી આ ગુનામાં પ્રભુ ગુલશનભાઇ સોલંકી ઉર્ફે કલ્પેશ પ્રજાપતી ઉર્ફે રમેશ નો ટ્રાન્સફર વોરન્ટ દ્વારા કબજો મેળવી વડોદરા આવી હતી. પોલીસ પ્રભુ સોલંકીના ઘેર આજવા રોડ કલ્યાણનગર સોસાયટીમાં નાણાં રીકવર ની તપાસ કરી હતી.

તેઓ સહયોગ ઇન હોટલમાં રાત્રે રોકાયા હતા. સવારે પ્રભુએ કહ્યું હતું કે એક પાર્ટી રીકવરીના નાણાં આપવા આવે છે તો થોડી વાર રોકાઇ જાવ જેથી પોલીસ ટીમ ત્યાં જ રોકાઇ ગઇહતી. જો કે સાંજે 6 વાગ્યા સુધી કોઇ આવ્યું ન હતું જેથી પોલીસ પ્રભુને લઇને મહારાષ્ટ્ર જવા નિકળતી હતી ત્યારે પ્રભુએ લઘુશંકાનું બહાનું કાઢતા પોલીસ જાપ્તા સાથે તેને લઘુશંકા કરવા લઇ જવાયો હતો જ્યાં તે પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસના જાપ્તામાં રહેલા કર્મીઓના નિવેદન લઇને પ્રભુની શોધખોળ કરાઇ હતી. તપાસમાં નાસીક પોલીસની બેદરકારી સ્પષ્ટ જણાઇ આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો