તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:કોંગ્રેસમાં ગયેલા પ્રભાત પરમાર જિલ્લા ભાજપના મંત્રી નિમાયા!

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા ભાજપના નવા માળખામાં 22 હોદ્દેદારોને સ્થાન
 • વાઘોડિયામાંથી મહિલાને પણ મંત્રીપદ : દિનેશ અમીન કોષાધ્યક્ષ

પ્રમુખપદે અશ્વિન પટેલ (કોયલી)ની વરણી બાદ શુક્રવારે જિલ્લા ભાજપનું નવુ માળખું જાહેર કરાયું હતું. જેમાં કોષાધ્યક્ષ તરીકે દિનેશ અમીન (વરણામા), કાર્યાલય મંત્રી તરીકે અતુલ પટેલ (ખેરવાડી)ને જવાબદારી સોંપાઇ છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે 8 કાર્યકરો જેમાં 4 મહિલાઓનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત મહામંત્રીમાં 3 કાર્યકરો, મંત્રીમાં 8 જેમાં 3 મહિલાઓનો સમાવેશ કરાયો છે. આમ કુલ 22 હોદ્દેદારોને જવાબદારી સોંપાઈ છે.

ભાજપ કાર્યકરોના જણાવ્યા અનુસાર, પ્રભાતસિંહ ઈશ્વરસિંહ પરમાર (અલવા, વાઘોડિયા) પહેલા ભાજપમાં હતાં.પરંતું તેઓ ભાજપમાંથી છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા અને ગત ટર્મમાં વાઘોડિયા કોટંબી જિલ્લા પંચાયતમાંથી હારી ગયા હતા. જેઓ ભાજપમાં જોડાયા પણ નથી. જેમને સીધા મંત્રી બનાવી દેવાયા છે. બીજી તરફ વાઘોડિયામાં એક તાલુકામાંથી જ પ્રભાતસિંહ ઉપરાંત રૂપલબેન નવીનભાઈ ગઢવીને મંત્રી તરીકેનો હોદ્દો આપ્યો છે. આ રૂપલબેનને ગઈ ટર્મમાં જિલ્લામાં હોદ્દેદાર બનાવ્યાં હતાં. સાવલી પોઈચાના નટવરસિંહ સોલંકી ગઈ વખતે સાવલી તાલુકાના પ્રમુખ હતાં.

અા બંને જિલ્લાની કોઈ બેઠકોમાં હાજર રહ્યાં ન હોવાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે. ભાજપ સંઠગનના કાર્યકરોમાં રોષ છે કે, એક તરફ સી.આર.પાટીલ કોંગ્રેસમાંથી કોઈ નેતાને લેવાની ના પાડે છે અને બીજી તરફ કોંગ્રેસમાંથી આવેલાને સીધા મંત્રી બનાવવામાં આવી રહ્યાં છે.િજલ્લા ભાજપ પ્રમુખ અશ્વીન પટેલ (કોયલી)એ જણાવ્યું હતું કે, પ્રભાતસિંહ પરમાર ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા હોવાના આક્ષેપો ખોટા છે. તેઓ અગાઉ પણ ભાજપમાં હતા અને અત્યારે પણ છે, જેથી તેમને જિલ્લા ભાજપના માળખામાં સમાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો