તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ખાનગીકરણના વિરોધમાં વીજ કર્મીએ કાળી પટ્ટી પહેરી

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારી વીજકંપનીઓના સૂચિત ખાનગીકરણના વિરોધમાં અપાયેલા દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે વડોદરામાં પણ વીજ કંપનીના કર્મચારીઓએ દેખાવો યોજ્યો હતો અને કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યુપીએના માન્ય યુનિયનો અને એસોસિએશન દ્વારા ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે .જેમાં ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળની ટેકનીકલ કર્મચારીઓ ના પ્રશ્નો અને પગાર ભથ્થાની બાબતમાં અવગણના થઇ હોવાથી એમને ટેકો પાછો લેવાની ફરજ પડી હતી. અલબત્ત ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ વિજ ક્ષેત્રના ખાનગીકરણનો વિરોધ કરતું હોવાથી ઓલ ઇન્ડિયા એન્જિનિયર ફેડરેશન નેશનલ કોઓર્ડીનેશન ઓફ ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ એન્ડ એન્જિનિયર્સ દ્વારા જાહેર કરાયેલા કાળી પટ્ટીના કાર્યક્રમને સફળ બનાવવા માટે જોડાયું હતું.જે અંતર્ગત, ગુરુવારે એમજીવીસીએલ સહિતના કોર્પોરેટ વિભાગ ના કર્મચારીઓ એ રિસેસના સમયમાં કોવિડ 19ની ગાઈડલાઈનનું પાલન કરી દેખાવો યોજવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...