તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નિમેટામાં થાંભલા પરથી પટકાયેલા વીજ કર્મીનું મોત

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેર નજીક આવેલા નિમેટામાં વીજ થાંભલા પર ચઢેલા વીજ કર્મચારીનું નીચે પટકાતા તેઓને ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આજવા રોડ કિશનવાડીમાં રાજરત્નની પોળમાં રહેતા 37 વર્ષના અલ્કેશભાઈ માછી રહેતા હતા. તેઓ વીજ કંપનીમાં વિદ્યુત સહાયક તરીકે ફરજ બજાવતા હતા.

ગઈકાલે સવારે નિમેટા ગામે મળેલી ફરીયાદના આધારે તેઓ ત્યાં પહોંચ્યા હતા. ત્યાં કામગીરી કરવા વીજ થાંભલા પર ચઢી કામગીરી કરી રહ્યા હતા. તે સમયે સંતુલન બગડતા તેઓ નીચે પટકાયા હતાં. આ બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા અલ્કેશભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે વાઘોડિયા પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો