વીજ પુરવઠાને અસર:વડોદરાના ગોત્રી સબ સ્ટેશનમાં ઢેલ ફસાઈ જતા પશ્ચિમ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો, લોકો મુશ્કેલીમાં મૂકાયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેરના ગોત્રી સબ સ્ટેશનમાં ઢેલ ફસાઈ જતા સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો - Divya Bhaskar
વડોદરા શહેરના ગોત્રી સબ સ્ટેશનમાં ઢેલ ફસાઈ જતા સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો
  • ત્રણ કલાક બાદ વીજ પુરવઠો પૂર્વવત થતાં લોકોએ રાહત અનુભવી

વડોદરા શહેરના ગોત્રી સબ સ્ટેશનમાં ઢેલ ફસાઈ જતા સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. વીજ કર્મીઓ દ્વારા ફસાઇ ગયેલા ઢેલને મુક્ત કરાયા બાદ વીજપુરવઠો ત્રણ કલાક બાદ શરૂ થતા લોકોએ રાહત અનુભવી હતી.

વીજળી ન હોવાના કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા
ગોત્રી GEB સબ સ્ટેશનમાં ઢેલ ફસાઈ ગઈ હતી. ઢેલ ફસાવવાના કારણે વીજ કંપનીએ તેને બચાવવા માટે વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. વીજ પુરવઠો બંધ કરવાના કારણે સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં લોકોને ત્રણ કલાક સુધી વીજળી વગર રહેવું પડ્યું હતું. વીજળી ન હોવાના કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. આ ઉપરાંત વહેલી સવારના કામ ધંધા ઉપર પણ અસર પહોંચી હતી.

વીજ કર્મીઓ દ્વારા ફસાઇ ગયેલા ઢેલને મુક્ત કરાયા બાદ વીજ પુરવઠો ત્રણ કલાક બાદ શરૂ થતા લોકોએ રાહત અનુભવી
વીજ કર્મીઓ દ્વારા ફસાઇ ગયેલા ઢેલને મુક્ત કરાયા બાદ વીજ પુરવઠો ત્રણ કલાક બાદ શરૂ થતા લોકોએ રાહત અનુભવી

સબ સ્ટેશનના કર્મચારીઓ પણ વીજ ગ્રાહકોને જવાબ આપીને થાકી ગયા
વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વહેલી સવારે 6 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી ફસાયેલા ઢેલને મુક્ત કરવાની કામગીરીના પગલે વીજપુરવઠો બંધ રહ્યો હતો. વીજ પુરવઠો બંધ કરવાના કારણે વિસ્તારના અનેક લોકોએ સંબંધિત સબ સ્ટેશનો ઉપર વીજ પુરવઠો બંધ થવા અંગેની ફરિયાદોનો મારો ચલાવ્યો હતો. સગત આવી રહેલી ફરિયાદોને કારણે સબ સ્ટેશનના કર્મચારીઓ પણ વીજ ગ્રાહકોને જવાબ આપીને થાકી ગયા હતા. કેટલાક લોકોએ સબસ્ટેશનના કર્મચારીઓ પર રોષ પણ ઠાલવ્યો હતો. દરમિયાન લોકોને વીજ પુરવઠો બંધ રહેવાનું કારણ મળતાં અને ત્રણ કલાક બાદ વીજ પુરવઠો આવતા લોકોએ રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...