માણેજામાં દક્ષિણ વિભાગ લેઉઆ પટેલ સમાજના સંમેલનમાં પાટીદાર સમાજને પ્રતિનિધિત્વ અપાય તેવી માગ ઊઠી હતી. જેમાં ધારાસભ્ય યોગેશ પટેલે પણ પાટીદારને ટિકિટ મળે તે વાતનું સમર્થન કર્યું હતું.ભાજપે માંજલપુર અને સયાજીગંજના ઉમેદવારોની જાહેરાત કરી નથી. બીજી તરફ માંજલપુરમાં પાટીદાર સમાજ અને વૈષ્ણવ સમાજ દ્વારા સંમેલન યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. માણેજામાં દક્ષિણ વિભાગ લેઉઆ પટેલ સમાજના સંમેલનમાં માંજલપુરના ઉમેદવાર મુદ્દે ચર્ચા થઈ હતી.
પ્રમુખ હસમુખ પટેલે કહ્યું કે, પાટીદાર સમાજ માંજલપુરમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે, તેથી ટિકિટ આપવી જોઈએ. આ કાર્યક્રમમાં હાજર ધારાસભ્ય યોગેશ પટેલે પાટીદારને ટિકિટ મળે તેનું સમર્થન કરી કહ્યું કે, હું 7 ટર્મથી પાટીદાર તરીકે ઉમેદવાર બન્યો છું. અગાઉ શહેર-જિલ્લામાં 5 પાટીદાર ધારાસભ્ય હતા, હાલ હું એકલો છું.બીજી તરફ હરણી ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા છાકલીલા બડો મનોરથ યોજાયો હતો. જેમાં ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ અને મેયર કેયુર રોકડિયા સહિત વૈષ્ણવ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.