વીજકાપ:વડોદરામાં 15થી 19 નવેમ્બર વિવિધ વિસ્તારમાં સવારે 7થી બપોરે 11 વાગ્યા સુધી વીજકાપ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સમારકામની કામગીરીને કારણે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 15 નવેમ્બર મંગળવારથી 19 નવેમ્બર શનિવાર સુધી સવારે 7 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધીનો વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. ક્યા વિસ્તારમાં કઈ તારીખે વીજકાપ રહેશે તેની તારીખ અનુસાર વિગત નીચે પ્રમાણે છે.

15 નવેમ્બર મંગળવારે વાસણા સબ ડિવિઝનના સેફ્રોન ફિડર, તાંદલજા ગામ, સેફ્રોન ગેલેક્ષી, નવી નગરી, નિલ ટેરેસ, એરીઝ એમ્બ્રોસીયા, ખુશ્બુ નગર, અકીલ નગર, રીઝવાન ફ્લેટ, અલકરીમ, અલઅહમદ, મીના બંગ્લોઝની આસપાસના વિસ્તારમાં વીજકાપ રહેશે.

16 નવેમ્બર બુધવારે ગોત્રી સબ ડિવિઝનના ગાયત્રીનગર ફિડર, ગોત્રી તળાવ વિસ્તાર, અંબિકા નગર, ગોકુલ નગર, નીલકંઠ, રોઝડેલ મેડોજ, અવધ હાઇટ્સ, યોગી નગર, અક્ષર પેવેલિયન, પ્રિયા સિનેમા તથા પાછળનો વિસ્તાર.

16 નવેમ્બરે અલકાપુરી સબડિવિઝનના અલકાપુરી ફીડરની અલકાપુરી સોસાયટી, કુંજ સોસાયટી, એબીએન બેન્ક, કોનકાર્ડ કોમ્પલેક્ષ, નૂતનભારત સોસાયટી, એમ.કે. હાઇસ્કૂલ, એચ.ડી.એફ.સી. બેંક, કામવન ફ્લેટ, શરણમ ફ્લેટ, અરૂણ કોમ્પલેક્ષ, સંપ્રત ફ્લેટ, સર્વોદય ફ્લેટ, અમીન રેસીડેન્સી,

16 નવેમ્બરે ફતેગંજ સબડિવિઝનના સરદાર ફિડરમાં જેકોબ કંપનીથી સરદાર નગરથી ડી માર્ટ સુધીનો વિસ્તાર, કન્ટેનર કોર્પોરેશન, સરદાર નગર રેલવે કોલોની, પોલી ટેકનિક, સમરસ હોસ્ટેલ.

16 નવેમ્બરે સમા સબડિવિઝનના પીલોલ ફીડરમાં વેમાલી ગામ, મેકડોનાલ્ડ, સિદ્ધાર્થ એનેક્સી, લિલેરિયા પાર્ટી પ્લોટ, પ્રથમ પાર્ટી પ્લોટ, આઇઓસી પેટ્રોલ પંપની આસપાસનો વિસ્તાર, ઓમ રેસિડેન્સી, દુમાડ ચોકડી સુધી હાઇવેની આજુબાજુનો વિસ્તાર, સુરમ્ય બંગ્લો તેમજ આજુબાજુનો વિસ્તાર, તેમજ સમા-સાવલી રોડ.

17 નવેમ્બર ગુરુવારે અકોટા સબડિવિઝનના સ્ટેડિયમ ફિડરમાં ડોડસલ કોલોની, અકોટા સ્ટેડિયમનો વિસ્તાર, શ્રેણીક પાર્ક, ધનંજય સોસાયટી, નંદનવન સોસાયટી, સંસ્કૃતિ એપાર્ટમેન્ટ, કેળવણી સ્કૂલ, રાજારામ સોસાયટી.

18 નવેમ્બર શુક્રવારે ગોરવા સબડિવિઝનના સહયોગ ફિડરમાં સત્યમ એપાર્ટમેન્ટ, આઇટીઆઇ રોડ, પંચવટી નાકા રોડ, સહયોગ રોડ, ભાઇલાલભાઇ પાર્ટી પ્લોટ, એપેક્ષ સેન્ટર, સહયોગ સોસાયટી, રાધા કૃષ્ણ સોસાયટી, જય અંબે બોર.

18 નવેમ્બરે ગોત્રી સબડિવિઝનના વુડા ફીડરના પ્રભુ પાર્ક, પાર્શ્વ ટેનામેન્ટ, વ્રજવેણુ, વ્રજવેણી રેસિડેન્સી, જૂના વુડાના મકાન, કૃષ્ણ ટાઉનશીપ, સત્વા રેસીડેન્સી, સામિપ્ય ટેનામેન્ટ, વિદ્યા વિહાર સ્કૂલ, એટલાન્ટિક રેસિડેન્સી, વૈકુંઠ ડુપ્લેક્ષ, સોલીક્ષી કોમ્પલેક્ષ,

18 નવેમ્બરે વાસણા સબડિવિઝનના માઇલ સ્ટોન ફિડરમાં મહાલક્ષ્મી સોસાયટી, ધ રાઇઝ, સ્વામિનારાયણ મંદિર, મેપલ લીફ, સ્વર્ણિમ સ્કવેર, સિટી કોર્નર, શ્રીમ ગેલેક્ષી, ગ્રીન ફીલ્ડ 3 અને 4, ઇરા સ્કૂલ, બ્રોડવે કંમ્ફર્ટ, અમીન હાઇટ, કેમીટેક આસપાસનો વિસ્તાર.

19 નવેમ્બર શનિવારે અલકાપુરી સબડિવિઝનના રેસકોર્સ ફિડરના જયાનંદ સોસાયટી, ગેલેક્ષી કોમ્પલેક્ષ, પાણીની ટાંકી, પલ વ્યુ રેસીડેન્સી, બરોડા હાઇસ્કૂલ, અલકાપુરી સોસાયટી, હોટલ હીલટોપ, અલકાપુરી ક્લબ, ફાયર બ્રિગેડ, વડીવાડી ગામ, કાન્હા કેપીટલ, ઉત્કંઠ સોસાયટી, સીએચ જ્વેલર્સ, આરંભ ફ્લેટ, સફલ ફ્લેટ, રોયલ વિસ્ટા, હોલમાર્ક ડેવલપર્સ, હીલ ક્રિસ્ટ, ગોડ ગિફ્ટ, સ્પેન્સર, કોર્ટ-3, એલીટ રેસીડેન્સી, યોગીરાજ ફ્લેટ,

19 નવેમ્બરે ફતેગંજ સબડિવિઝનના ધરમસિંહ ફિડરમાં એન.જે. મેટલ, મિલન એસ્ટેટ, સત્યનારાયણ ટાઉનશીપ, બરોડા એસ્ટેટ, ફુલવાડી જકાતનાકા, રેલવે ડી કેબિન તરફનો વિસ્તાર, હાજી પાર્ક.

19 નવેમ્બરે સમા સબડિવિઝનના મોર્ડન ફિડરમાં સહકારનગરથી સમા પાણીની ટાંકીથી કૈલાસ ધામ સોસાયટીથી નાનુભાઇ ટાવર સુધીનો વિસ્તાર, મોર્ડન એપાર્ટમેન્ટથી શુક્લાનગર ચાર રસ્તા સુધીનો વિસ્તાર.